/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/07/Untitled-1-copy-8-3.jpg)
ભરૂચનાં વેજલપુર વિસ્તારમાંથી 50 યાત્રાળુઓ ટ્રેન મારફત અમરનાથયાત્રાએ ગયા હતા
ભરૂચનાં વેજલપુરથી અમરનાથની યાત્રાએ ગત 28 જૂનના રોજ ટ્રેન મારફતે દર્શનાર્થીઓ રવાના થયા હતા. હાલમાં ભારે વરસાદને પગલે અમરનાથ યાત્રા અટકી પડી છે. કેટલાંક સ્થળોએ ભૂસ્ખલન પણ થઈ રહ્યું છે. જેના પગલે ગુજરાતી યાત્રીઓ યાત્રા અધુરી મૂકીને વતન પરત ફરી રહ્યા છે. પરંતુ ભરૂચનાં આ યાત્રિઓ બાબાના દર્શન કર્યા બાદ પરત ફરતા હતા ત્યારે તેમને રસ્તામાં રોકાવું પડ્યું હતું./connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2018/07/Untitled-1-copy-7-2-1024x576.jpg)
ભરૂચથી યાત્રાએ ગયેલી ટીમનાં એક સભ્યએ સમગ્ર યાત્રાની આપવિતી જણાવતાં કહ્યું હતું, આપણે જેવું વિચારીએ છીએ તેટલું સહેલું નથી. વળી કોઈ જ વસ્તુ ત્યાં ફ્રીમાં નથી મળતી. ત્યાંના લોકો યાત્રીળુઓ પાસેથી રીતસરની લૂંટ ચલાવે છે. ઉપરથી નીચે ઉતરવા માટે વપરાતા ખચનું ભાડું 10 હજાર સુધી વસુલમાં આવે છે. જ્યારે માઈનસ ડિગ્રી વાતાવરણ હોવાથી ગુજરાતી શ્રદ્ધાળુઓ મોટાભાગે સૂકા નાસ્તાનાં ભરેસો દિવસો વિતાવે છે. ટેન્ટમાં રહેવા માટે એક રાત્રિનાં 500 રૂપિયા ભાડૂં વસૂલવામાં આવે છે.
ભરૂચથી જમ્મુ સુધી રેલવેમાં મુસાફરી કરી બાબાના દર્શન કરવા માટે 50 શ્રદ્ધાળુઓ ગયા હતા. દરેક પળે વિધ્ન વચ્ચેથી પસાર થઈ આખરે ભરૂચનાં શ્રદ્ધાળુઓએ બાબા અમરનાથના દર્શન કરી પર ફરી રહ્યા હતા. તેવામાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે યાત્રા રોકી દેવાતાં 3 દિવસ પહેલગાંવમાં રોકાવું પડ્યું હતું. જ્યારે ત્યાંથી નીકળતાં 5 દિવસે જમ્મુથી ટ્રેન મારફતે ભરૂચ આવી પહોંચ્યા છે. આજરોજ ભરૂચ 50 શ્રદ્ધાળુઓ દર્શન કરી પરત પોતના ઘરે આવી પહોંચતાં પરિવારજનો રેલવે સ્ટેશન ખાતે તેમને આવકારવા માટે પહોંચ્યા હતા. જ્યાં જય ભોલેનાં નાદથી ભરૂચ રેલવે સ્ટેશન ગૂંજી ઉઠ્યું હતું.