ભરૂચઃ છેડતીના વધી રહેલા બનાવો સામે યુવાનોનું વિરોધ પ્રદર્શન, કર્યા સૂત્રોચ્ચાર

New Update
ભરૂચઃ છેડતીના વધી રહેલા બનાવો સામે યુવાનોનું વિરોધ પ્રદર્શન, કર્યા સૂત્રોચ્ચાર

ભરૂચમાં ત્રણ વર્ષની બાળા સાથે થયેલા શારીરિક અડપલાંના બનાવને વખોડી કાઢ્યો

ભરૂચમાં ગતરોજ 3 વર્ષની બાળા સાથે કરેલાં અડપલાં અને મંદસોર ખાતે બનેલ બળાત્કારના ગુનેગારોને સજા થાય તેવા સૂત્રોચાર સાથે ભરૂચમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભરૂચના સ્ટેશન વિસ્તારમાં હિંદુ-મુસ્લિમ યુવાનોએ ભેગા મળી આંબેડકરના સ્ટેચ્યુ પાસે એકઠા થઈ આક્રોશ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ગુજરાત અને દેશભરમાં હાલમાં બળાત્કાર અને છેડતીના બનાવો વધી રહ્યા છે. ત્યારે વખતો વખત થતા રહેતા હોય છે. આવી ઘટનાઓ ઉપર અંકુશ લાગે અને વિકૃત મગજ વાળાને લોકોને સખતમાં સખત સજા થાય તેવી માંગ સાથે ભરૂચના નવયુવાનોએ રસ્તા પર ઉતરીને સૂત્રોચાર કરી વિરોધ દર્શાવ્યો હતો.

Latest Stories