New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/07/33f23513-02a6-491e-b217-578a12455301.jpg)
બપોરનો સમય અને રજાનો દિવસ હોવાના કારણે વાહન વ્યવહાર નહિવત હોવાથી કોઇ જાનહાની થઇ નથી
ભરૂચ શહેરનાં પાંચબત્તી વિસ્તારમાં શોપિંગ સેન્ટરનો ગેલેરીનો ભાગ તૂટી પડ્યો હતો. જોકે રજાનો દિવસ હોવાથી કોઈ જાનહાની થવા પામી નથી.
ભરૂચ શહેરમાં મકાનો ધરાશાયી થવાનો અને શોપિંગ સેન્ટરનાં ગેલેરીનાં ભાગ તૂટી પડવાના બનાવો અવાર નવાર પ્રકાશમાં આવી રહ્યા છે. જેનો સિલસિલો યથાવત રહેતાં આજે વધુ એક શોપિંગ સેન્ટરનો ગેલેરીનો સ્લેબ કડભૂસ થયો હતો. પાંચબત્તી વિસ્તારમાં આવેલ શોપિંગ બીજી ટ્રેડ સેન્ટરનો ગેલેરીનો સ્લેબનો ભાગ તૂટી પડ્યો હતો. ત્યારે નજીકમાં રહેલા લોકોમાં દોડધામ મચી હતી. જોકે બપોરનો સમય અને રજાનો દિવસ હોવાના કારણે વાહન વ્યવહાર નહિવત હોવાથી કોઇ જાનહાની થઇ નથી.
Latest Stories