/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/60f81dd4-7b52-482a-a822-c462d81c8ecb.jpg)
શિરોહી-શિવગંજ નેશનલ હાઈવે ઉપર કાર ડિવાઈડર કૂદીને સામે જતાં ટ્રક સાથે ભટકાઈ
રાજસ્થાનનાં શિરોહી-શિવગંજ નેશનલ હાઈવે ઉપર ગમખ્વાર અક્સામત સર્જાયો હતો. જેમાં 7 લોકોનાં મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મૃતકોમાં ભરૂચનાં વતનીઓ હોવાની પણ વિગતો સામે આવી છે. અકસ્માતને પગલે સ્થળ ઉપર લોકો એકઠા થઈ ગયા હતા.
મૂળ રાજસ્થાનના અને ભરૂચમાં જ્યોતિષ તરીકે કાર્યરત પ્રવીણભાઈ ભરૂચનો પરિવાર રાજસ્થાન ગયો હતો. જોધપુરથી કાર લઈને પરત આવતાં પાલડી એમ પોલીસ મથકની હદમાંથી પસાર થતાં કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેમાં કાર ડિવાઈડર કૂદીને સામેની સાઈડ ચાલી જતાં એક ટ્રક સાથે ભટકાઈ હતી. બાદમાં કાર રોડ સાઈડ ઉપર જઈને પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત એછલો ભયંકર હતો કે કારનાં ફૂરચેફૂરચા ઉડી ગયા હતા.
અકસ્માતમાં પ્રવિણ ભાર્ગવ, શેરોન ભાર્ગવ સહિત કૈલાસબેન, સુમિત્રાબેન, ખુશ્બુબેન, રેખાબેન અને એક વર્ષની સાન્વીનું ઘટનાસ્થળે મોત નીપજયાં હતાં. ડીમ્પલ ભાર્ગવ અને ચિરાગ ભાર્ગવને ગંભીર ઇજા થતાં શિરોહીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. આ ઘટનાની જાણ પ્રવિણ ભાર્ગવના ભરૂચ ખાતેના પાડોશીઓને થતાં તેઓ શોકમાં ગરકાવ થઇ ગયા છે. એકદંત રેસીડન્સીમાં ચાર સભ્યોનો પરિવાર છેલ્લા છ વર્ષથી રહેતો હતો.
ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલી એકદંત રેસીડન્સીમાં ફલેટ નંબર 201માં રહેતા પ્રવિણ ભાર્ગવ ( ઉવ. 35), પત્ની ડીમ્પલ ( ઉવ.30) પુત્ર ચિરાગ ( ઉવ.12) અને પુત્રી શેરોન ( ઉવ.05) સાથે તેમના વતન જોધપુર ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયાં હતાં. વ્યવસાયે જયોતિષ એવા પ્રવિણભાઇ 15મીએ જોઘપુર ગયા હતાં. શુક્રવારે સવારે તે જોધપુર ખાતે રહેતા અન્ય સંબંધીઓ સાથે બોલેનો કારમાં ભરૂચ આવવા માટે નીકળ્યાં હતાં.
શિરોહી- શિવગંજ ફોર લેન હાઇવે પર પોસાલીયા ગામ નજીક ડ્રાઈવરે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં કાર પલટી જઇને રોંગ સાઇડ પર સામેથી આવતી ટ્રક સાથે ધડાકાભેર અથડાઇ હતી. અકસ્માતમાં પ્રવિણ ભાર્ગવ, શેરોન ભાર્ગવ સહિત કૈલાસબેન, સુમિત્રાબેન, ખુશ્બુબેન, રેખાબેન અને એક વર્ષની સાન્વીનું ઘટનાસ્થળે મોત નીપજયાં હતાં. ડીમ્પલ ભાર્ગવ અને ચિરાગ ભાર્ગવને ગંભીર ઇજા થતાં શિરોહીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. આ ઘટનાની જાણ પ્રવિણ ભાર્ગવના ભરૂચ ખાતેના પાડોશીઓને થતાં તેઓ શોકમાં ગરકાવ થઇ ગયા છે. એકદંત રેસીડન્સીમાં ચાર સભ્યોનો પરિવાર છેલ્લા છ વર્ષથી રહેતો હતો.
પોલીસને ઘટનાની જાણ કરાતાં સ્થળ ઉપર દોડી આવેલી પોલીસે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ફરજપરનાં તબીબોએ પાંચ લોકોને મૃત જાહેર કર્યા હતા. જ્યારે સારવાર દરમિયાન વધુ બે લોકોનાં મોત થતાં કુલ મૃત્યુઆંક 7 ઉપર પહોંચ્યો હતો.