ભરૂચમાં બે દિવસીય ગુજરાત સ્ટેટ ગાયનેક તબીબો દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

New Update
ભરૂચમાં બે દિવસીય ગુજરાત સ્ટેટ ગાયનેક તબીબો દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

મહિલા જાગૃતિ અને સ્વાસ્થય સબંધી યોજાયેલ આ ગાયનેક કોન્ફરન્સમાં ભરૂચની ૩૦૦ થી વધુ મહિલાઓએ ભાગ લીધો

ભરૂચમાં ગુજરાત સ્ટેટ ગાયનેક સોસાયટીના તબીબો દ્વારા ખાસ મહિલાઓ માટે બે દિવસીય જનજાગૃતિ કાર્યક્રમ હોટલ રીજન્ટા ખાતે યોજવામાં આવ્યો હતો.

તા.૯ અને ૧૦ જૂન ૨૦૧૮ ના સવારે ૧૦ થી બપોરના ૩ કલાક સુધી યોજાયેલ આ વિષેશ કાર્યક્ર્મમાં ગુજરાત સ્ટેટ ગાયનેક સોસાયટીના નિષ્ણાંત તબીબે મહીલાઓને ધ્યાને રાખી માર્ગદર્શન પુરૂ પાડશે.જેમાં સ્ત્રીના શું હક્ક છે? તેને પોતાના સ્વાસ્થ વિશે શું કાળજી રાખવી જોઇએ? બેટી બચાવો વિશે? અઓછ થતા સેક્સ રેશીયો વિશે જેવા વિવિધ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

જન જાગૃતિ કાર્યક્રમમાં આખા ભારત ભરમાંથી નામાંકિત ગાયનેકોલોજીસ્ટ તબીબો તેમજ ફોક્સીના પ્રમુખ ડો જદીપ મલહોત્રા આગ્રાથી ખાસ માર્ગદર્શન આપવા પધાર્યા હતા. કાર્યક્રમમાં માત્ર વિચારવિમર્સ જ નહીં પરંતુ લાઇવ એક્ષેસાઇઝ પણ બતાવાઇ હતી જેમાં મહીલાઓ પોતાની હેલ્થ કેવી રીતે જાળવી શકે, તેમજ એરોબીક્સ, સ્ટ્રેચીંગ, ફ્લેક્ષીબીલીટી શું છે તેના વિષે માહિતિ પ્રદાન કરાઇ હતી.

આ કાર્યક્ર્મમાં ઉદધાટક તરીકે ધારાસભ્ય દુષ્યંત પટેલ, ગાયનેક સોસાયટીના જનરલ સેક્રેટરી અને વર્કશોપના ચીફ કો-ઓર્ડિનેટર ડૉ ભાવના શેઠ,આગ્રાથી ખાસ પધારેલ ફોક્ષીના પ્રેસીડન્ટ ડૉ જયદીપ મલહોત્રા સહિતના નિષ્ણાત તબીબો અને ભરૂચની ૩૦૦ થી પણ વધુ મહિલાઓ ઉપસ્થીત રહી હતી.

Latest Stories