ભાવનગર જીલ્લામાં ભારે વરસાદ : ભદ્રોડી નદીમાં પૂર, ગામ સંપર્ક વિહોણું

ભાવનગર જીલ્લામાં ભારે વરસાદ : ભદ્રોડી નદીમાં પૂર, ગામ સંપર્ક વિહોણું
New Update

ભાદ્રોડ ગામમાં આદાજે ૧૨૦૦ થી વધુ લકો ફસાયા

પાલીતાણા નજીક એકST બસ રોડ પરથી ઉતરી ગઈ

દક્ષિણ ગુજરાત બાદ મેઘરાજા સૌરાષ્ટ્ર પણ મહેરબાન થયા છે. ભારે વરસાદના કારણે જનજીવન પર પણ અસર થઈ છે. ભાવનગર પંથકમાં છેલ્લા ૪૮ કલાકથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે.

સૌરાષ્ટ્રના ભાવનગરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અહીં ૧૦ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે જૂનાગઢના માળિયા તાલુકામાં સૌથી વરસાદ વરસ્યો છે. માળિયા તાલુકામાં ૨૪ કલાકમાં ૧૫.૫૬ ઈંચ વરસાદ ખાબક્યો છે.

ભાવનગર જીલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ યથાવત રાખી છે. તેમાં પણ મહુવા તાલુકાને તો રીતસરનો ધમરોળી નાખ્યો છે. મહુવાના મોટી જાગધાર ગામમાં પાણી ફરી વળ્યા. અહીં બગડ નદીમાં પુરથી પ્લોટ વિસ્તારમાં પાણી ઘૂસ્યા છે. તેવી જ રીતે મહુવાના લોયંગા ગામમાં એક આધેડ તણાયા હોવાના અહેવાલ છે. ભારે વરસાદના કારણે પાણીમાં આધેડ તણાયા હતાં. ગ્રામજનો દ્રારા આધેડની શોધખોળ હાથ ધરાઈ છે.

મહુવાના ભાદ્રોડ ગામે ભાદ્રોડી નદીમાં ઘોડા પુર જેવી પરિસ્થિ જોવા મળી હતી. ભદ્રોડી નદીમાં જેમ ઘોડા પુર આવ્યું હોય તેમ નદી બે કાંઠે થઈ હતી. નદીના પુલ ઉપરથી ૪ થી ૫ ફૂટ પણી વહી રહ્યં છે. ઉપરવાસમાં વરસેલા વરસાદને પગલે ભાદ્રોડ ગામ નદીમાં ફેરવાયું હતું. ભાદ્રોડ ગામે મફતપરા વિસ્તારમાં ૪૦૦ થી વધુ રહેણાંક મકનો આવેલા છે. જ્યાં નદીના પાણી ગામ અને ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. જયાં હાલ અસ્થવ્યસ્ત પરિસ્થિતિ જોવા મળી છે. ભાદ્રોડ ગામમાં આદાજે ૧૨૦૦ થી વધુ લકો ફસાયા છે. ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. જોકે મોડી રાત્રે વરસાદે રાહત લેતા ભાદ્રોડ નદીમાં પાણી ઓસરતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

તો પાલીતાણા નજીક એક ST બસ રોડ પરથી ઉતરી ગઈ હતી. ભારે વરસાદના પગલે ગારિયાધાર-છોટાઉદેપુર રૂટની બસ રોડ સાઈડમાં ઉતરી ગઈ હતી. ભાવનગર હાઈવેના માલપરા નજીક આ ઘટના ઘટી હતી. જોકે બસમાં સવાર તમામ મુસાફરોને કોઈ જ નુકશાન પહોંચ્યું ન હતું.

  • ઉનામાં પણ ભારે વરસાદ

ઉના પંથકમાં છેલ્લા ૮ દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગત સોમવારે શરૂ થયેલો વરસાદ આજે સોમવારે પણ યથાવત છે. ઉનામાં છેલ્લા ૮ દિવસમાં ૨૪ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ઉના પંથકમાં અનરાધાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયુ છે. ઊનાના ગુંદાળા ગામે ધોધમાર વરસાદ થઇ રહ્યો છે. તો વાવરડા ગામમાં ૫ ઈચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના પગલે મકાનની દીવાલ થઈ ધરાશાયી થઇ ગઇ છે. ભારે વરસાદના કારણે નદીઓ અને ડેમ છલકાઇ ગયા છે અને ભયજનક સપાટીએ પહોચી ગયા છે. જેના કારણે ઉનાના ૧૭ ગામોને અલર્ટ કરવામાં આવ્યા છે. તો વરસાદના લીધે રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા છે.

#Connect Gujarat #Bhavnagar #Heavy Rain #Rain #News #Gujarati News #Beyond Just News
Here are a few more articles:
Read the Next Article