/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/07/Untitled-1-copy-3-1.jpg)
રૂપિયા 88 કરોડના ખર્ચને 1.2 કિલોમીટરનો બ્રિજ બે વર્ષમાં બનશે
મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમટાઉન રાજકોટમાં સૌથી મોટો પ્રશ્ન પાણીનો છે. તેના પછી મોટો પ્રશ્ન ટ્રાફિક સમસ્યાનો છે. જેને લઇને રાજકોટની પ્રજા હેરાન પરેશાન થઇ ગઇ છે. શહેરના કેટલાંક વિસ્તારમાં ટ્રાફિકને લઇને એટલી મુશ્કેલી છે કે, ત્યાંથી નીકળવું મુશ્કેલ બની જાય છે. ત્યારે રાજકોચની જનતા માટે સારા સમાચાર આવ્યા છે. ગોંડલ ચોકડીએ ટ્રાફિકને કંટ્રોલ કરવા માટે હવે ગુજરાતનો પ્રથમ 6 લેન બ્રિજ બનશે તેવી જાહેરાત સરકારમાંથી કરવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
રાજકોટમાં ટ્રાફિક સમસ્યાનેહલ કરવા માટે રૂપિયા 88 કરોડના ખર્ચને 6 લેન ઓવરબ્રિજ બનશે. રૂપાણી સરકારે દેન્દ્ર પાસેથી ઘણા સમય પૂર્વે માંગ કરી હતી. જેને કેન્દ્રએ મંજૂરી આપી દીધી હોવાનું જાણવા મળ્યું છે. સામે લોકસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે રૂપાણીના હોમટાઉનમાં બ્રિજને મંજૂરી આપતા ચૂંટણીને ધ્યાને રાખી જાહેરાત કરી હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. રાજકોટ-પોરબંદર હાઈ-વેને જોડતા એલિવેટેડ બ્રિજને આજે કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન મંત્રાલયે મંજૂરી આપી દીધી છે.
રાજકોટના ગોંડલ રોડ ચોકડી પરથી સીધા પોરબંદર હાઇવેને જોડતા 1.2 કિલોમીટરના આ સીક્સ લેન બ્રિજ માટેના 88 કરોડના ખર્ચને પણ બહાલી આપી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. મંજૂરીની સાથે જ ગુજરાતનો સૌપ્રથમ સીક્સ લેન એલિવેટેડ બ્રિજ રાજકોટમાં બનશે. સૂત્રોના જણાવ્યા મુજબ આ બ્રિજનું કામ પાયલોટ પ્રોજેક્ટ તરીકે હાથ ધરવામાં આવશે અને અંદાજે બે વર્ષની અંદર તેનું કામ પૂર્ણ કરી નાખવામાં આવશે.