Connect Gujarat
ગુજરાત

રાજકોટ : જંગલેશ્વરમાં વધી રહયાં છે દર્દીઓ, નદીના પટને કરાયો સીલ, લોકોને કરી દેવાયા ઘરોમાં કેદ

રાજકોટ : જંગલેશ્વરમાં વધી રહયાં છે દર્દીઓ, નદીના પટને કરાયો સીલ, લોકોને કરી દેવાયા ઘરોમાં કેદ
X

અમદાવાદ, સુરત અને રાજકોટમાં કોરોનાના કહેર બાદ અમુક વિસ્તારોમાં કરફયુ લાદી દેવાયો છે. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં હાલ કરફયુનો અમલ કરાવાય રહયો છે.

ગુજરાતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 1,000ને પાર કરી ચુકી છે ત્યારે હોટ સ્પોટ ગણાતા વિસ્તારોમાં કરફયુ લાદી દેવાયો છે. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી દર્દીઓની સંખ્યા વધી જતાં કરફયુનો અમલ કરાવવામાં આવી રહયો છે. ગઇ કાલે મધરાતે ૧૨ વાગ્યાથી જ જંગલેશ્વર તેમજ રાજલક્ષ્મી સોસાયટી વિસ્તારમાં કરફ્યુ લાદી દેવામાં આવ્યો છે. પોલીસની સાથે એસઆરપીની ટુકડીઓ પણ તૈનાત કરી દેવામાં આવી છે. જંગલેશ્વરની સાંકડી ગલીઓમાં આઠ જેટલા ઘોડેસ્વારો દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે તો બીજી તરફ આજે નદીનો પટ પણ સીલ કરી દેવામાં આવ્યો છે. રાજકોટ શહેર ઉપરાંત ગામડાઓમાં પણ લોકડાઉનનો અમલ કરાવાય રહયો છે. ગામડાઓમાં ડ્રોન કેમેરાની મદદથી પોલીસ નજર રાખી રહી છે.

રાજકોટના કયાં વિસ્તારોમાં લાગ્યો છે કરફયુ ( વીઓ આપવો અને પ્લેટ બનાવવી )

  • કોઠારીયા રોડ
  • સોરઠીયાવાડી સર્કલથી કોઠારીયા રોડ ચોકડી સુધી
  • આજી નદી વચ્ચેનો ભાગ
  • બાપુનગર ચોકથી સોરઠીયાવાડી સર્કલ સુધી
  • કોઠારીયા ચોકડીથી ખોખળદળ નદીના પુલ સુધી વચ્ચેનો ભાગ
  • રાજલક્ષ્મી સોસાયટીનો તમામ વિસ્તાર

Next Story