Connect Gujarat
Featured

રાજકોટ : જામકંડોરણાના એક ગામના ખેડૂત દંપતીએ સૂર્યમુખીની ઓર્ગેનિક ખેતીનો કર્યો પ્રયોગ

રાજકોટ : જામકંડોરણાના એક ગામના ખેડૂત દંપતીએ સૂર્યમુખીની ઓર્ગેનિક ખેતીનો કર્યો પ્રયોગ
X

રાજકોટ જીલ્લાના જામકંડોરણાના જશાપર ગામે રહેતા વૃધ્ધ દંપતિ એ જાત મહેનત કરી સૂર્યમુખીનું વાવેતર કરેલ અને ઝીરો બજેટ દ્વારા તેમજ ઓર્ગેનિક પધ્ધતિથી ગાય આધારિત સૂર્યમુખીનું વાવેતર કરી હજારો રૂપિયાની કમાણીનો નવો રસ્તો શોધ્યો છે.

રાજકોટ જીલ્લાના જામકંડોરણા તાલુકાના જશાપર ગામે રહેતા વૃધ્ધ દંપતિ એ જાત મહેનત કરી પોતાના ૧૦ વિધા ખેતરમા સૂર્યમુખીનુ વાવેતર કર્યું છે. આ ખેતી ઝીરો બજેટ અને ઓર્ગેનિક પધ્ધતિ દ્વારા એટલે કે ગાય આધારિત કરવામાં આવી છે. લગભગ સૌરાષ્ટ્રમાં પહેલી વાર સૂર્યમુખીની ખેતી કરવામાં આવી છે જેમાં એક વીઘે દસ મણનો ઉતારો થાય છે અને વીઘે હજારો રૂપિયાની કમાણી કરી શકાય છે.

વૃદ્ધ દંપતીએ સૂર્યમુખીનુ વાવેતર કરી અન્ય ખેડૂતોને નવી રાહ ચીંધી છે. સૂર્યમુખીની ખેતી માટે ત્રણેય મોસમ એટલે કે શિયાળું, ચોમાસું અને ઉનાળામાં વાવણી કરી શકાય છે. તેમજ કમોસમી વરસાદ અને માવઠાને કારણે સૂર્યમુખીના વાવેતરમાં નુકશાન થતું નથી.

રાજકોટ જિલ્લાના જામકંડોરણાના તાલુકાના જશાપર ગામ રહેતા પરસોતમભાઈ દોંગાની જમીન ધોરાજી રોડ પર આવેલી છે. તેઓએ ૧૦ વીઘા જમીનમાં સૂર્યમુખીની વાવણી કરેલ છે. આ પાકમા કોઈ પણ જાતની મજૂરીની જરૂર પડતી નથી ઉપરાંત જંતુનાશક દવાની પણ જરૂર પડતી નથી. સૂર્યમુખીની ખેતી ઓર્ગેનિક પધ્ધતિથી કરવામાં આવે છે માટે તેનું બજેટ પણ ઝીરો રહે છે.

સૂર્યમુખીનો વપરાશ ખાસ કરીને તેલ બનાવવામાં થાય છે. જે શરીર તેમજ હૃદય માટે લાભદાયી છે. ઉપરાંત શિયાળો, ઉનાળો અને ચોમાસુ આમ ત્રણેય ઋતુમાં ખેતી કરી શકાય છે. શિયાળા તેમજ ચોમાસામાં પાણીની જરૂર પાક માટે ઓછી પડે છે જ્યારે ઉનાળામાં પાક માટે પાણીની જરૂર પડે .છે ઉપરાંત આ પાકની ખેતી દરમિયાન મજૂરની પણ જરૂર પડતી નથી. આ ખેતી સૌરાષ્ટ્રમાં લગભગ કોઈ કરતું નથી. આ ખેતીમાં પાક બગડવાની ફરિયાદ ઓછી આવે છે. આ સૂર્યમુખીનું તેલ નિષ્ણાતોના જણાવ્યા મુજબ કોલેસ્ટ્રોલ વગરનું હોઈ છે. અન્ય પાકની ખેતીમાં જીવાત તેમજ ઇયળોના ઉપદ્રવથી ખેડૂતને વધુ મુશ્કેલી પડતી હોય પાક નષ્ટ થવાનો પણ ભય રહેતો હોય છે. ત્યારે સૂર્યમુખીની ખેતીમાં આવા કોઈ પણ પ્રકારના જીવાતની ફરિયાદ ઉઠતી નથી. જેથી પાકનો વિકાસ પણ વધારે થાય છે.

Next Story