Connect Gujarat
ગુજરાત

રાજકોટ : લાલપરી અને રાંદરડા તળાવ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ મનપાને સોંપાયો

રાજકોટ :  લાલપરી અને  રાંદરડા તળાવ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ મનપાને સોંપાયો
X

મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણયમાં રાજ્ય સરકાર હસ્તક રહેલાં રાજકોટના લાલપરી તળાવ હવે રાજકોટ મહાનગરપાલિકાને સોંપી દેવાનું નક્કી કર્યું છે. શહેરની પૂર્વ દિશામાં એટલે કે પૂર્વ ઝોનમાં પણ પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલય પાસે સ્થિત લાલપરી તળાવ સાઈટને હરવાફરવા માટેના વધુ એક અદભૂત સ્થળ તરીકે વિકાસ કરવામાં આવશે.

રાજય સરકારના આ ઉમદા નિર્ણયથી હવે લાલપરી અને રાંદરડા સાઈટ પાસેના અનઅધિકૃત દબાણોની સમસ્યાનો પણ ઉકેલ લાવી શકાશે. લાલપરી અને રાંદરડા સાઈટ ખાતે બોટિંગ, એમ્યુઝમેન્ટ પાર્ક, શાનદાર ગાર્ડન, ઘનિષ્ઠ વ્રુક્ષારોપણ, જળસંચય, બહારથી અહી આવતા વિવિધ પક્ષીઓનું નિરીક્ષણ જેવા અવનવા આકર્ષણો સહિતનું ભવ્ય પર્યટન સ્થળ વિકસાવી શકશે. રાજકોટ શહેરની ભાગોળે પ્રદ્યુમન પાર્કની ટેકરીઓની ફરતે રાજાશાહી વખતનું આશરે ૧૦૦ વર્ષ પુરાણું રાંદરડા નયન રમ્ય તળાવ આવેલ છે. આ તળાવ ૧૬૭ પક્ષી પ્રજાતિનું ઘર છે, તેમજ અહી ૬૦ જેટલી પ્રજાતિનાં યાયાવર પક્ષીઓ અહી જોઈ શકાય છે. લાલપરી ડેમ અને તળાવ તથા તેને સંલગ્ન તમામ જમીનનો કબજો રાજકોટ મહાનગરપાલિકા સોંપવા બાબતે ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા સરકારશ્રીમાં રજૂઆત મોકલવામાં આવેલ તેને મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ અનુમોદન આપી લાલપરી ડેમ રાજકોટ મહાપાલિકા ને સોંપવાની જાહેરાત કરી છે.

Next Story