New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/07/sddefault-5.jpg)
બાળકના અપરહણની શંકાએ યુવાનને ટોળાએ ઢોર માર મારતાં લોહીલૂહાણ કર્યો હતો
રાજકોટઃ બાળકો ઉપાડી જતી ગેંગના નામે વાયરલ થઈ રહેલા મેસેજ કેટલાંક લોકો માટે આફત બની ગયા છે. જેમાં વધુ એક યુવાન ભોગ બન્યો હતો. શહેરનાં 80 ફૂટ રીંગ રોડ ઉપર બાળકનાં અપહરણની શંકાયે યુવાનને લોકોએ ફટકારતાં લોહી નીકળ્યું હતું. યુવક માફી માંગતો રહ્યો અને લોકો તેને મારતા રહ્યા. સ્થળ ઉપર પોલીસ આવી પહોંચતાં તેનો બચાવ થયો હતો.
રાજ્યમાં બાળકો ઉપાડી જતી ગેંગના નામે છેલ્લાં કેટલાંક સમયથી મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલાંક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. તો કેટલાંક લોકો ટોળાના મારનો ભોગ બન્યા છે. તેવામાં આજે રાજકોટમાં વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. 80 ફૂટ રીંગ રોડ ઉપર ટોળાએ એક યુવાનને ફટરાકતાં અધમૂઓ કરી નાંખ્યો હતો. બાદમાં પોલીસ આવી પહોંચતાં યુવાનને ટોળાના મારથી બચાવ્યો હતો.
Latest Stories