Connect Gujarat
Featured

વડાપ્રધાન મોદી રામ મંદિરની ઈંટ મૂકે એ પહેલા જ ચોકલેટથી રામ મંદિરનું કરાયું નિર્માણ

વડાપ્રધાન મોદી રામ મંદિરની ઈંટ મૂકે એ પહેલા જ ચોકલેટથી રામ મંદિરનું કરાયું નિર્માણ
X

રામ મંદિરના ભૂમિ પૂજનને લઈને દેશમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદના એક ભક્ત શિલ્પાબેન ભટ્ટ દ્વારા ચોકલેટમાંથી રામ મંદિર બનાવાયું છે. 15 કિલો ચોકલેટમાંથી આ રામ મંદિર બનાવાયું છે. શિલ્પાબેને 3 ફ્લોરનું રામ મંદિર ચોકલેટમાંથી બનાવ્યું છે. 30 પીલ્લરનો સમાવેશ કરીને આ મંદિર બનાવમાં આવ્યું છે. શિલ્પાબેન ભટ્ટે પ્રધાનમંત્રીને આ મંદિર આપવાની ઈચ્છા ધરાવે છે પરંતુ તે શક્ય ન હોવાથી અમદાવાદના કોઈ રામ મંદિરમાં તેઓ આ રામ મંદિર આપશે.

સદીઓનાં લાંબા ઇંતઝાર બાદ અયોધ્યા રામજન્મભૂમિ રામ મંદિરનાં નિર્માણ માટે તૈયાર છે. 5 ઑગષ્ટનાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિર્માણની પહેલી ઈંટ રાખશે, તેની સાથે જ ઐતિહાસિક ઘટના બનશે. અયોધ્યામાં મંદિરના ભૂમિ પૂજન માટે તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ચુકી છે. ત્યારે 15 કિલો ચોકલેટ થી આખું મંદિર બનાવવામાં આવ્યો છે. જેમાં ત્રણ ઘૂમટ બનાવવામાં આવ્યા છે. અને 30 પિલ્લર બનાવવા,માં આવ્યા છે. શિલ્પાએ બેન ને 12 કલાક નો સમય આ મંદિર બનાવવામાં લાગ્યો છે.

શિલ્પા બેન ભટ્ટ ચોકલેટનો બિઝનેશ કરે છે.. તેને આ મંદિર વડા પ્રધાન ને આવવા માટે ઈચ્છે છે પરંતુ જૉ મોકો માલશેત તો નહીં તો સરપુર ખાતે રામ મંદિરના મહંત ને આપશે

Next Story