/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/maxresdefault-116.jpg)
લૂંટારૂઓએ ચપ્પુથી હુમલો કરતાં કેશવાનના સિક્યુરીટીએ હવામાં ફાયરિંગ કર્યું
વડોદરાનાં મુક્તાનંદ ચારરસ્તા પાસે એચડીએફસીનાં એટીએમમાં રૂપિયા લોડ કરવા ગયેલી ટીમ ઉપર લૂંટારૂઓએ હુમલો કર્યો હતો. આ લૂંટારૂ ટોળકી રૂપિયા 6 લાખની રકમ લૂંટીને ફરાર થઈ ગઈ હતી. જે સમગ્ર ઘટનાક્રમ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. કારેલીબાગ પોલીસે ઘટના સંદર્ભે તપાસ હાથ ધરી હતી.
વડોદરામાં આજે ફરી એક વખત એટીએમમાં નાણા લોડ કરવા જતી ટીમ લૂંટારૂઓનો ભોગ બની છે. મુક્તાનંદ ચારરસ્તા પાસે રાઈટર સેફ ગાર્ડ કંપનીના કર્મચારીઓ એટીએમ મશીમાં નાણા લોડ કરવા માટે આવ્યા હતા. તેવામાં તેમનો પીછો કરી રહેલા લૂંટારૂઓએ કર્મચારીઓ ઉપર ચપ્પુથી હુમલો કર્યો હતો. જેથી એખ કર્મચારી ઈજાગ્રસ્ત થયો હતો. જ્યારે કેશવાન સાથે આવેલા સિક્યુરીટીએ લૂંટારૂઓથી ટીમને બચાવવા હવામાં ફાયરિંગ કર્યું હતું. જોકે લૂંટારૂઓ રૂપિયા 6 લાખની મત્તા લઈને ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ કારેલીબાગ પોલીસને કરવામાં આવતાં પોલીસે નજીકમાં લાગેલા સીસીટીવી ફૂટેજ કવર કરી લૂંટારૂઓની શોધખોળ હાથ ધરી હતી.