વાલિયાના ચંદેરીયા ખાતે ધરતી આંબા બીરસામુંડાની ૧૪૪મી જન્મ જયંતિ ઉજવાશે

New Update
વાલિયાના ચંદેરીયા ખાતે ધરતી આંબા બીરસામુંડાની ૧૪૪મી જન્મ જયંતિ ઉજવાશે

વાલિયા તાલુકાના ચંદેરીયા ખાતે બી.ટી.એસ.દ્વારા ધરતીઆંબા બિરસા મુંડાની ૧૪૪મી જન્મ જયંતી અને ભીલીસ્થાન ટાઈગર સેનાના પાંચમાં વર્ષના સ્થાપના દિવસ ,સંસ્કૃતિ અને આદિવાસી રીત રીવાજ પ્રમાણે ઓજારોની પૂજાવિધિ અને બિરસામુંડા ઓલ ઈન્ડિયા સ્પોર્ટસ એસોસીએશનનું લોકાર્પણ કાર્યક્રમ તા.૧૫/૧૧/૨૦૧૯ના રોજ યોજાશે.જેમાં ભારતભરના આદિવાસી સમાજના લાખો લોકો ઉમટી પડવાના હોય તેની પૂર્વ તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે.

વાલિયા તાલુકાના ચાંદેરીયા ખાતે આવેલ ભીલીસ્તાન વ્હાઈટ હાઉસ ખાતે આગામી તા.

૧૫મીના રોજ બિરસા મુંડાની ૧૪૪મી જન્મ જયંતી અને ભીલીસ્થાન ટાઈગર સેનાના પાંચમાં વર્ષના

સ્થાપના દિન નિમિતે ઉજવણીની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી છે. અંદાજીત એક લાખ ઉપરાંતની જનમેદની

એકથી થવાની હોવાથી ધારાસભ્ય છોટુ વસાવા અને ધારાસભ્ય મહેશ વસાવાના અધ્યક્ષતા હેઠળ

વ્હાઈટ હાઉસ ખાતે ગુજરાત તેમજ અન્ય રાજ્યોના આગેવાનોની એક બેઠક યોજાઇ હતી.

જેમાં ઉપસ્થિત આગેવાનોને  બી.ટી.એસના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ માર્ગદર્શન પૂરું પાડતા જણાવ્યુ

હતું કે આદિવાસી સમાજના ધરતી આંબા બિરસા મુંડાની ૧૪૪મી જન્મ જયંતી આખો દેશ ઉજવી રહ્યો છે. તેમાં અમે પણ આ

રાષ્ટ્રીય કક્ષાનો ઉત્સવ એમની વિચારધારા આ આદિવાસીની પરંપરાગત સંસ્કૃતિ, સામાજિક અને તેમના જન્મ ઉત્સવના

દિવસે અમારા ઓજારો જે ખેતીકામ, પોતાની રોજી માટે અને રક્ષણ માટે ઉપયોગમાં વર્ષોથી લેવાય છે. તેની અમે પૂજા

વિધિ રાખેલ છે.આ દિવસે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે જેમાં બી.ટી.એસ.નો સ્થાપના

દિવસ અને બિરસામુંડા ઓલ ઇન્ડિયા સ્પોર્ટસ એસોસીએશનનું લોકાર્પણ કરવામાં આવશે.

જેમાં શરદ યાદવ,છોટુભાઈ વસાવા અને અન્ય રાજ્યોમાંથી

મુખ્ય આમંત્રીત અતિથિઓ અને આદિવાસી સમાજ ઉત્સવની ઉજવણીમાં ભાગ લેશે.

બિરસામુંડાને આદર્શ બનાવી યુવાનોમાં ખેલકુંદમાં પારંગત હોય તેવા યુવા

પ્રતિભાઓને દેશ દુનિયામાં ખેલકુંદમાં જવાનો મોકો મળે અને સમાજનું નામ ઊંચું આવે તે

મુખ્ય હેતુથી સ્પોર્ટસ એસોસીએશન સ્થાપવામાં આવ્યું છે.આ  બેઠકમાં દિલીપ વસાવા ,કિશોર વસાવા જિલ્લા

અને તાલુકાના હોદ્દેદારો અને ખુબ મોટીસંખ્યામાં બી.ટી.એસ.ના કાર્યકરો હાજર રહ્યા

હતા.