Connect Gujarat
ગુજરાત

સુરત : ઉઘનામાં 1290 ઘરોમાં રહેતાં 5,774 લોકો ફરજિયાત હોમ કવોરન્ટાઇન

સુરત : ઉઘનામાં 1290 ઘરોમાં રહેતાં 5,774 લોકો ફરજિયાત હોમ કવોરન્ટાઇન
X

રાજયમાં અમદાવાદ, વડોદરા અને સુરતમાં કોરોના વાયરસને કાબુમાં લેવા માટે હવે અસરકારક પગલાં ભરવામાં આવી રહયાં છે. સુરતના ઉઘના વિસ્તારમાં આવેલી કર્મયોગી સોસાયટી તથા આસપાસમાં રહેતાં 5,774 જેટલા લોકોને ફરજિયાતપણે હોમ કવોરન્ટાઇન કરી દેવાયાં છે.

સુરત શહેરના ઉધના ઝોન વિસ્તારમાં આવેલી કર્મયોગી સોસાયટી-2 ,પોલીસ કોલોની અને પત્રકાર કોલોની વિસ્તારના 1290 ઘરોમાં રહેતા 5774 લોકોને હવે ફરજિયાતપણે હોમ કવોરન્ટાઇનમાં રહેવું પડશે. આ વિસ્તારોને કલસ્ટર જાહેર કરી દેવામાં આવ્યાં હોવાથી લોકો હવે પોતાના ઘરોની બહાર નીકળી શકશે નહિ. ઘરની બહાર નીકળનારા લોકો સામે આઇપીસીની કલમ ૧૮૮ તથા એપેડેમીક ડીસીઝ એક્ટ 188 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.સુરત શહેરમાં જે વિસ્તારોમાં વધુ પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે તે વિસ્તારને ક્લસ્ટર જાહેર કરવામાં આવી રહ્યા છે. સુરતમાં 35 થી વધુ વિસ્તારોને અત્યાર સુધીમાં કલસ્ટર જાહેર કરાયા છે. શહેરમાં લોકો બિનજરૂરી રીતે ઘરોની બહાર નીકળી રહયાં હોવાથી તેમજ સોશિયલ ડીસટન્સ જાળવતાં નહિ હોવાથી કોરોના વાયરસનું સંક્રમણ વધી રહયું છે. કોરોના વાયરસના કેસો રોકવા માટે વહીવટીતંત્ર હવે કડક બની આકરા પગલાં લઇ રહયું છે.

Next Story