સુરતઃ ઓલપાડમાં આકાશી આફત, કચેરીઓમાં પાણી ભરાયા

New Update
સુરતઃ ઓલપાડમાં આકાશી આફત, કચેરીઓમાં પાણી ભરાયા

ભારે વરસાદને પગલે સરકારી કચેરીઓમાં પાણી ભરાતાં કામકાજ બંધ રખાયા

સુરત જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે ઓલપાડમાં આફતની સ્થિતિ સર્જાયી છે. ભારે વરસાદને કારણે ઓલપાડ તાલુકાનું હથિસા, ઓરમા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. જ્યારે કેટલાંક વિસ્તારોમાં પાણી ભરાતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સરકારી કચેરીઓમાં પણ પાણી ભરાઈ ગયાં છે.

દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદને કારણે કેટલાંક વિસ્તારોમાં જાણે આકાશી આફત આવી છે. ઓલપાડમાં વિવિધ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જ્યારે સરદાર આવાસમાં પાણી ભરાતાં લોકોનાં જીવ અધ્ધર થઈ ગયા છે. સાથે સાથ કોલેજ, કોર્ટ, સેવા સદનમાં પણ પાણી ભરાતાં કચેરીનાં કામકાજ બંધ રાખવાની ફરજ પડી છે. સાથે વરસાદી માહોલને કારણે શાળાઓમાં રજા જાહેર કરી દેવાયી છે. ધોધમાર વરસાદને પગલે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે

Latest Stories