હું સુરત આવી ગયો છું હવે સુરતમાં પણ દારૂના અડ્ડાઓ ઉપર જનતા રેડ શરૂ થશે!
સરકાર જેટલા પણ આક્ષેપ કરી અમને લાઇટમાં લાવવા બદલ આભાર
અમદાવાદના સોલા વિસ્તારમાં થયેલા લઠ્ઠાકાંડ બાદ રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે સુરત ખાતે જનતા રેડ આંદોલન લઈ આવી પહોંચતા દલિત અને આદિવાસી કાર્યકરોએ મોટી સંખ્યામાં તેમના સ્વાગત માટે ઉમટયા હતા.
સુરત ખાતે પહોંચી ડો. બાબા સાહેબ આંબેડકરને ફૂલહાર કરી જીગ્નેશ મેવાણીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, દક્ષીણ ગુજરાતમાં દલીત આંદોલનની ઘમાકેદાર એન્ટ્રી થઈ છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં જેમ જય ભીમ અને જય સરદારના નારા ગુંજયા તેમ દક્ષિણ ગુજરાતમાં જય ભીમ અને જય ભીરષામુંડાના નારા ગુંજશે. સાથે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં દલીત,આદીવાસી અને આજ પ્રમાણે દલિત સમાજના વંચીત વર્ગોની મુવમેન્ટ તેજ કરવાના છે રાજ થી તેનો આરંભ થઈ ચુકયો છે.
સુરત શહેર હોય કે બીલીમોરા કે આખો આદિવાસી પટ્ટો હોય, અહીં દલીત અને આદિવાસી સમાજ ખુબ શોષીત અને વંચિત છે. એમને તેમના બંધારણીય અધિકારો આજે પણ મળ્યા નથી. આદિવાસી સમાજની વાત કરીએ તો આખા દક્ષીણ ગુજરાતનો આદિવાસી પટ્ટોએ અમદાવાદ,સુરત રાજકોટ,ભવનગર,જામનગર આ દરેક શહેરમાં મોટા મોલ,મલ્ટીપ્લેક્ષ ઇમારતો ઉભી કરે છે.
છતાં એમના પોતાને રહેવા માટે એક પણ છત નથી. આજ પ્રમાણે દલિત સમાજના લોકો પણ ગામડામાં ખેત મજૂરી કરે છે તેમને ફેકટરીઓ અને કારખાનાઓમાં પણ તેમના હક્કો મળ્યા નથી. લઘુત્તમ વેતનના અધિકારથી પણ વંચિત છે. હું સમાજના સૌથી વંચિત બે ટપકાઓ દલિત અને આદિવાસી બંન્નેવને જોડીને જય ભીમ અને જય ભીરષામુંડાના નારાને સમગ્ર દક્ષીણ ગુજરાતમાં ગુંજતા કરવા આજે સુરત આવ્યો છું.
- સુરતમાં મારી એન્ટ્રી થાય એટલે જનતા રેડ થી જ જાય મારે કરવાની ના હોઇ : જીજ્ઞેશ મેવાણી
સુરત પહોંચેલા જીજ્ઞેશ મેવાણીએ એક વાતચીત દરમિયાન જણાવ્યું કે, સુરતમાં મારી એન્ટ્રી થી જાય એટલેજ અડ્ડાઓ આપોઆપ બંધ થઈ જાય,જનતા રેડ થઈ જ જાય એક પણ જગ્યાએ દારૂ ચાલતા હોય તો મને જાણ કરજો સાંજ સુધીમાં બંધ કરાવી દઇશુંનો હુંકાર પણ કર્યો હતો.
- સરકારે જે કેસ કર્યા છે તે બાલીસ પ્રકારના !
સુરત ખાતે જીજ્ઞેશ મેવાણીએ સરકારે કરેલ કેસને બાલીસ પ્રકારના ગણાવ્યા હતા.તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, બે ચુંટાયેલા પ્રતિનિધિ જે સામે ચાલીને જનતા રેડ કરીને સકરારની નેક્ષેશ ને એક્ષપોઝ કરે છે. પોલીસનું કામ અમે કરી બતાવ્યું તો અમને એપ્રિશિયેટ કરવાના બદલે અમારી ઉપર એલીગેશન લગાવી અમને જ ટાર્ગેટ કરી અમારી સામે એફ.આઇ.આર થતી હોય તો આ દેશનો,ગુજરાતનો કયો સામન્ય માણસ આ બુટલેગરો સામે મોં ખોલશે ? હાલની સરકાર બુટલેગરોને જતા કરી અમારી સામે ફરિયાદ નોંધે છે તે જ બતાવે છે કે ઉપર સુધી તેમને હપ્તાઓ પહોંચે છે. ભ્રષ્ટાચારના રેકેટ સિવાય ગુજરતમાં દારૂબંધી નો કાયદાના ફનાફાતીયા ના થયા હોત.
- જો સરકાર ખરા અર્થમાં દારૂ બંધી કાયદો નો કડક અમલ અકરે તો જનતા રેડની કોઇ જરૂર નથી.
સુરત ખાતે આવેલ જીજ્ઞેશ મેવાણી એ સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે જો સરકાર ખરા અર્થમાં દારૂ બંધી કાયદો નો કડક અમલ અકરે તો જનતા રેડની કોઇ જ જરૂર નથી કે નથી કોઇ અલ્પેશ,જીગ્યેશ કે હાર્દિકની જરૂર.તેમણે સરકારે કરેલા આક્ષેપોને વધાવતા જણાવ્યુંકે સરકાર જેટલા આક્ષેપ કરે તે બદ તેમનો આભાર,તેમણે આક્ષેપો કરી અમને ચર્ચામાં રાખતા રહે તે માટે હું વિજયભાઇ રૂપાણીનો પણ આભાર માનું છું. છેલ્લે એટલું જરૂર કહીશ મિડિયાના માધ્યમ થકી ગત સાંજથી અમે લાઇવ છે તે જોઇ વિજયભાઇ રૂપાણિને ઇર્ષા થાય તે સ્વાભાવીક છે.