સુરતમાં સવારથી ચાલી રહ્યો છે ધોધમાર વરસાદ, ઠેર-ઠેર ભરાયા પાણી

New Update
સુરતમાં સવારથી ચાલી રહ્યો છે ધોધમાર વરસાદ, ઠેર-ઠેર ભરાયા પાણી

વરસાદી સિસ્ટમ સક્રિય રહેતાં ગત મોડી રાતથી જ છુટા છવાયા ઝાપટાં સાથે વરસાદ

ગુજરાતભરમાં હાલમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના પગલે સુરતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. જ્યારે રોડ પર ઠેર-ઠેર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકો ફસાયા હતા.

વહેલી સવારથી જ વરસી રહેલા વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સાથે સવારથી જ શાળાએ જવા નીકળેલા વિદ્યાર્થીઓ તેમજ નોકરી ધંધા અર્થો જવા નીકળેલા લોકો અટવાઈ પડ્યા હતા. સુરત શહેરમાં બે કલાકમાં બે ઈંચ વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. જ્યારે રોડ પર ઠેર-ઠેર પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

આ સાથે સુરત જિલ્લામાં સૌથી વધારે વરસાદ ઓલપાડમાં 21 મી.મી. અને સૌથી ઓછો કામરેજમાં 2 મી.મી. પડ્યો હતો. જેની સામે શહેરમાં પણ સૌથી વધારે વરસાદ સેન્ટ્રલ અને રાંદેરમાં પડ્યો છે. જ્યારે સૌથી ઓછો કતારમાં પડ્યો છે. આ સાથે ઉકાઈ ડેમની સપાટી 285.13 પર સ્થિર રહી હતી. ઇનફ્લો બંધ થયો હતો, પરંતુ આઉટ ફ્લો 600 ક્યુસેક સાથે યથાવત રહ્યો છે.

Latest Stories