/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/02/WhatsApp-Image-2019-02-09-at-22.17.25-1.jpeg)
ભરૂચ તાલુકાના હિંગલ્લા ગામમાં એક જ રાતમાં તસ્કરોએ અલગ અલગ જગ્યાએ થી ચાર જેટલી મોટર સાઇકલની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. ગતરાત્રીના હિંગલ્લા ગામમાં રહેતા મહેબુબભાઇ અલીભાઇ બાપુ, સીરાજભાઇ અલીભાઇ બાપુ, અબ્દુલ હમીદ આદમ પટેલ તેમજ સઇદ ઇબ્રાહિમ ઘનાનાઓની કુલ મળી ચાર મોટર સાયકલ અનુક્રમે નંબર જીજે - ૧૬ - સીએફ - ૮૬૬૮, જીજે - ૧૬ - બીએલ - ૫૨૬૭, જીજે - ૧૬ - સીજી - ૫૪૫૩ તેમજ જીજે - ૧૬ સીએફ - ૪૬૩૧ ચારેય મોટરસાયકલોની કુલ કિમત મળી રૂ. ૧,૨૦,૦૦૦ ની ચોરી કરી તસ્કરો પલાયન થઇ ગયા હતા.
એક જ રાતમાં હિંગલ્લા ગામમાંથી ચાર મોટરસાયકલોની ઉઠાંતરીથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ પેટ્રોલિંગ કડક બનાવે તેવી ગ્રામજનો દ્ધારા માંગ ઉઠવા પામી હતી. બનાવ સંદર્ભે મેહબુબ અલી બાપુએ નબીપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.