અંકલેશ્વરના પાનોલી GIDCમાં રસ્તાની કામગીરી દરમિયાન થયું ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ

New Update
અંકલેશ્વરના પાનોલી GIDCમાં રસ્તાની કામગીરી દરમિયાન થયું ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ

અંકલેશ્વરના પાનોલી ખાતે રસ્તાની કામગીરી દરમિયાન ગુજરાત ગેસનીલાઇનમાં ભંગાણ સર્જાતા એક સમયે સૌના જીવ ટાળવે ચોંટ્યા હતા.જો કે ફાયર વિભાગે સમયસર પહોંચી જતા અને સમારકામની કામગીરી હાથ ધરાતા મોટી દુર્ધટના ટળી હતી.

અંકલેશ્વરના પાનોલી ખાતે આજે મોડી સાંજે પણ રસ્તાની કામગીરી ચાલી રહી હતી. દરમિયાન એકાએક રસ્તાની નીચે ધરબાયેલ ગુજરાત ગેસ કંપનીની ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું હતું. ગેસ લાઇનમાં ભંગાણ સર્જાતા જ ત્યાં હાજરજનોના જીવ પડીકે બંધાયા હતા. જો કે હાજરજનોએ સમયસુચકતા વાપરી ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા જ ફાયર ટેન્ડર ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને ગુજરાત ગેસ કંપનીના કર્મીઓ પણ ત્યાં દોડી આવ્યા હતા. તેમણે તુરંત સમારકામ હાથધરતા ભંગાણમાંથી ગેસ વછુટતો અટકાવી ભંગાણનું સમાર કામ પૂર્ણ કર્યું હતું. આ ઘટનામાં કોઇ જાનહાની ના નોંધાતા સૌએ રાહતનો દમ લીધો હતો.

Read the Next Article

નર્મદા : ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની લીધી મુલાકાત

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મી, જુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

New Update

ખાતરી સમિતિSOUની મુલાકાતે

સભ્યોએ લીધીSOUની મુલાકાત

સરદાર સાહેબની પ્રતિમાના કર્યા દર્શન

ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા

આ પ્રસંગે પીએમ મોદીનો માન્યો આભાર

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મીજુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિના પ્રમુખ કિરીટસિંહ રાણાની આગેવાની હેઠળ સમિતિના સભ્ય કિરીટકુમાર પટેલ,સુખાજી ઠાકોર હાર્દિક પટેલકિરીટસિંહ ડાભી અને ભગા બારડે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) પરિસરની મુલાકાત લીધી હતી.સભ્યોએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઉંચી આ ભવ્ય પ્રતિમાની સમક્ષ ઊભા રહીને ગૌરવની લાગણી અનુભવી હતી. આ પ્રસંગે તેમણે સરદાર સાહેબના વિચારો અને દેશની એકતા અને અખંડિતતા માટે આપેલ બહુમૂલ્ય યોગદાનને યાદ કરીને પ્રતિમાના દર્શન કરીને ભાવવંદના કરી હતી.

આ પ્રસંગે સમિતીના સભ્ય હાર્દિક પટેલે જણાવ્યુ કેસ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર પ્રતિમા નથી પણ ભારત દેશના સ્વાભિમાનનું સ્થાન છેસરદાર પટેલનો શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી સમગ્ર ભારતમાં પ્રસર્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રદર્શનમાં સરદાર પટેલે કરેલા સંઘર્ષની હકીકત બતાવવાનો પ્રયાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો છે. 

ખાતરી સમિતીના સભ્ય કિરીટ પટેલે પોતાના પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું કેઆજે સમિતિના ચેરમેન અને સભ્યો સાથે મુલાકાત કરીસૌથી પહેલા સુંદર પ્રતિમા બનાવવાનો વિચાર વડાપ્રધાન નરેન્દ્ર  મોદીને આવ્યોતેમને અભિનંદન આપું છુઆજે વિશ્વસ્તરે સુંદર મૂર્તિ તેઓએ બનાવી છે. લોખંડી પુરુષ સરદાર પટેલે સમગ્ર ભારતને એક તાંતણે જોડયો હતોતેમનું યોગદાન લોકોના દિલ અને દિમાગમાં રહે તે માટે પ્રદર્શન કક્ષમાં સુંદર વ્યવસ્થા કરી છે તેમને અભિનંદન આપુ છે અને ખાસ કરીને જે લોકોને આ વિચાર આવ્યો હોય તેમનો આભાર માનું છુ.