Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરના વિદ્યાર્થીઓ લખનૌ ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ઝળક્યા

અંકલેશ્વરના વિદ્યાર્થીઓ લખનૌ ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ઝળક્યા
X

અંકલેશ્વર જીઆઇડીસી ખાતેની શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ લખનૌ ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને વિવિધ મેડલ પ્રાપ્ત કર્યા હતા.

તારીખ 2 થી 5 ડિસેમ્બર દરમિયાન ઉત્તર પ્રદેશના લખનૌ ખાતે આંતરરાષ્ટ્રીય ગણિત યુવા મહોત્સવ (IYMC)યોજાયો હતો. આ સ્પર્ધામાં રીલે, ઈન્ડિવિઝયુઅલ ટીમ કોન્ટેસ્ટ તેમજ પ્રાયમરી કક્ષા એ કેલ્યુલેશિયાની સ્પર્ધાઓમાં અંકલેશ્વર જીઆઈડીસીની શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

unnamed-4

જેમાં ઈન્ડિવિઝયુઅલ કોન્ટેસ્ટમાં મિડલ વિભાગમાં કેમલ દેવાણી, તથા પલક બેરા એ સિલ્વર મેડલ તથા કેવલ પટેલે બ્રોન્ઝ મેડલ મેળવીને શાળાનું ગૌરવ વધાર્યું છે. જ્યારે શાળાના પાંચ વિદ્યાર્થીઓ એ ક્લચર ઇવનિંગમાં ગણિત અને સ્થાપત્યો વચ્ચે સંબંધ દર્શાવતુ ગુજરાતનું લોકગીત રજુ કરીને સૌને મંત્ર મુગ્ઘ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે અગાઉ નવેમ્બર 26 અને 27 તારીખના રોજ યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાના ગણિત મહોત્સવમાં શાળાના વિદ્યાર્થી કેવલ દેવાણી તથા પલકે બેરા એ ક્વિઝ તથા મેથ્સ અંતાક્ષરીમાં દ્વિતીય તેમજ પ્રાયમરી વિભાગમાં ઇશિતા નકુમ,ધૃતિ ભીમાણી તથા રુચિકા પટેલે ગણિત ક્વિઝ માં પ્રથમ સ્થાન મેળવ્યુ હતુ.

unnamed-2

વિદ્યાર્થીઓ ની આ સિદ્ધિ બદલ શાળા પરિવારે તેઓને અભિનંદન પાઠવ્યા છે.

Next Story