/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/fsgfdg.jpg)
લાસના કોઈપણ સગા સંબંધીઓ મળી આવેલ નથી
અંકલેશ્વર તાલુકા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલ સંજાલી ગામ રેલવે ટ્રેક પાસે એક અજાણ્યા ઇસમની લાશ મળી આવી હતી.
જેમાં તેને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચવાથી મોત નીપજ્યું હતું. જેથી અંકલેશ્વર તાલુકા પોલીસે આ અજાણ્યા ઇસમની લાશ નો કબજો મેળવીને પંચનામું કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.આ અજાણ્યા ઇસમની લાશને અંકલેશ્વરના સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લાવવામાં આવી હતી. આ લાવારીશ લાસના કોઈપણ સગા સંબંધીઓ મળી આવેલ નથી. જેથી તાલુકા પોલીસે હાલ તો બિનવારસી લાશનું પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.