અંકલેશ્વરમાં કોંગ્રેસનાં કાર્યકર્તાઓએ ઉમેદવાર અનિલ ભગતને સમર્થન આપીને ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી હતી. તેમજ તેઓનું શહેર ખાતેની કોંગ્રેસ કાર્યાલય પર અનિલ ભગતનું ઉષ્મભર્યું સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

અંકલેશ્વર –  હાંસોટ વિધાનસભા બેઠક માટે કોંગ્રેસ દ્વારા અનિલ ભગત પર ઉમેદવાર તરીકે પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. જે અંકલેશ્વરનાં કોંગ્રેસનાં કાર્યકર્તાઓએ વધાવી લીધો હતો, અને શહેરની કોંગ્રેસની કાર્યાલય ખાતે કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને અનિલ ભગતને સમર્થન આપ્યુ હતુ.

આ ઉપરાંત અનિલ ભગતનું અંકલેશ્વર શહેર કોંગ્રેસની કાર્યાલય ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ઉલ્લેખની છે કે તારીખ 21મીનાં રોજ અનિલ ભગત પોતાની ઉમેદવારીનું નામાંકન કરીને વિધિવત ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here