/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/IMG-20190426-WA0006.jpg)
અમદાવાદનાં કાઉન્સેલિંગ સાયકોલોજીસ્ટ દ્વારા મોર્ડન ટેક્નોલોજી અંગે માર્ગદર્શન આપશે
અંકલેશ્વર જીઆઇડીસી યુપીએલ રોટરી લાયબ્રેરી ખાતે તારીખ ૨૮મી એપ્રિલ ૨૦૧૯ રવિવારનાં રોજ સવારે ૧૧ થી ૧૨:૩૦ કલાક દરમિયાન ટેક્નોલોજીની સંબંધો પર અસર વિષય પર ઇન્ટરેક્ટિવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.
બુક લવર્સ ફોરમ અંકલેશ્વર દ્વારા યુપીએલ રોટરી લાયબ્રેરી તેમજ અંકલેશ્વર ઉદ્યોગ મંડળનાં સહયોગ થી આયોજીત આ કાર્યક્રમમાં અમદાવાદના કાઉન્સેલિંગ સાયકોલોજીસ્ટ આકાંક્ષા વર્ગીશ દ્વારા વર્તમાન પરિસ્થિતમાં ટેક્નોલોજી થી સંબંધોમાં સર્જાયેલી પરિસ્થિતિ પર વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ સાથે ચર્ચા વિચારણા કરીને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે.
આ કાર્યક્રમ અંતર્ગત મોર્ડન ટેક્નોલોજીની સંબંધો પર અસર , કોમ્યુનિકેશન જનરેશન ગેપ , ટેક્નોલોજીનો માર્યાદિત ઉપયોગ , કાલ્પનિક વિશ્વમાં આત્મવિશ્વાસ , એકાગ્રતામાં અવધિ સહિતનાં રસપ્રદ વિષયો પર સાયકોલોજીસ્ટ દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવશે.