Top
Connect Gujarat

અંકલેશ્વરમાં ભારતીય બૌદ્ધ સંઘ દ્વારા આયોજીત યાત્રાનું સ્વાગત કરાયુ

અંકલેશ્વરમાં ભારતીય બૌદ્ધ સંઘ દ્વારા આયોજીત યાત્રાનું સ્વાગત કરાયુ
X

ભારતીય બૌદ્ધ સંઘ દ્વારા સામાજિક, સમાનતા, સમરસતા સંકલ્પ યાત્રા વિવિધ જિલ્લા અને શહેરોમાં ફરીને યાત્રાનો અંકલેશ્વરમાં પ્રવેશ થતા સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

સર્વ સમાજથી સુઘડ સમાજની ભાવના સાથે તમામ વર્ગનાં લોકોને સાથે લાવવા ભારતીય બૌદ્ધ સંઘ દ્વારા રાજ્યમાં સામાજિક સમાનતા, સમરસતા સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે યાત્રા તારીખ 04 સપ્ટેમ્બર સોમવારનાં રોજ અંકલેશ્વરમાં આવી પહોંચી હતી.

અંકલેશ્વર શહેરનાં સ્ટેશન વિસ્તારમાં આવેલ ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ભારતીય બૌદ્ધ સંઘનાં સભ્યોએ ફુલહાર કર્યા હતા, અને યાત્રાનું સ્વાગત કરીને યાત્રા અંગેનાં મહત્વ અંગે લોકોને માહિતી આપી હતી.

આ અંગે કામદાર નેતા એડવોકેટ ડી.સી.સોલંકીએ યાત્રાનો આશય ભારતીય બૌદ્ધ સંઘ દ્વારા આયોજીત યાત્રા થકી લોકોમાં સામાજિક સમરસતા અને સમાનતા બની રહે તેવો હોવાનું જણાવ્યુ હતુ.

જ્યારે બૌદ્ધ સંઘનાં દિલીપ શાહે યાત્રાની માહિતી આપતા જણાવ્યુ હતુ કે યાત્રા રાજ્યની 33 જિલ્લાઓ, 225 થી વધુ શહેરો અને 18000 થી વધુ ગામો કે જ્યાં સમરસતાની જરુર છે, ત્યાં યાત્રા થકી લોકોમાં જાગૃતતા લાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

Next Story
Share it