/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/maxresdefault-70.jpg)
અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુવક કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલ ભાવ વધારા સહિત મોંઘવારી બદલ ભાજપ સરકારનો અનોખી રીતે વિરોધ કર્યો હતો, અને સાયકલ તેમજ બળદ ગાડાની રેલી કાઢીને પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવ્યુ હતુ.
તાજેતરમાં પેટ્રો અને ડીઝલના ભાવોમાં ઘરખમ વધારો થયો છે, તેમજ મોંઘવારી પણ વધતા જેની સામે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે.
અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુવક કોંગ્રેસનાં યુવા કાર્યકર્તાઓ દ્વારા શહેર ખાતેથી સાયકલ અને બળદ ગાડામાં સવાર થઇને એક રેલીનું આયોજન કર્યુ હતુ,જેમાં યુવા કોંગ્રેસનાં સભ્યોએ વધતી મોંઘવારી સામે કેન્દ્ર અને રાજ્ય સરકાર સામે ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા હતા.
સાયકલ અને બળદ ગાડાની રેલી અંકલેશ્વર પ્રાંત અધિકારીની કચેરી ખાતે પહોંચી હતી, અને યુવા કોંગ્રેસે રાજયપાલ, મુખ્યમંત્રી, અને ભરૂચ જિલ્લા કલેકટરને સંબોધિત કરતુ પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવીને મોંઘવારીને અંકુશમાં લાવવાની માંગ કરી હતી.
આ રેલીમાં અંકલેશ્વર હાંસોટ યુવક કોંગ્રેસનાં પ્રમુખ ભરત પરમાર, શૈલેષ પ્રજાપતિ,શરીફ કાનુગા સહિત મોટી સંખ્યામાં યુવા કોંગ્રેસના હોદ્દેદારો, સભ્યો તેમજ મહિલાઓ જોડાઈ હતી.