/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/08/maxresdefault-16.jpg)
અંકલેશ્વરનાં રાજપીપળા રોડને અડીને આવેલ મીરાનગરમાં એક મહિલાની ચોટલી રહસ્યમય રીતે કપાઈ જવાની ઘટના બાદ વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. સૌરમ્ય સોસાયટીમાં એક 12 વર્ષની બાળકીની ચોટલી પણ કપાય જતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાય ગયો છે.
અંકલેશ્વર રાજપીપળા રોડને અડીને આવેલ સૌરમ્ય સોસાયટીમાં રહેતા પંડિત પરિવારની 12 વર્ષની સોનાલી ભુવનેશ્વર પંડિતનાઓ પોતાના ઘરે રાત્રીએ નિંદરમાં હતી અને સવારે ઉઠીને જોતા તેના વાળ એટલે કે ચોટલી કપાયેલી તેણીને નજરે પડી હતી.
સોનાલીએ કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે તે ઉંઘમાં હતી અને તેનું માથુ કોઈ હલાવી રહ્યુ હોવાનું તેને અનુભવ્યુ હતુ,પણ સોનાલીને એમ હતુ કે તેની નાની બહેન તેને ઉઠાડી રહી હશે પરંતુ જાગીને જોતા તેની ચોટલી કપાયેલી મળી આવી હતી.અને સોનાલી સહિત તેનો પરિવાર ઉપરાંત સ્થાનિક લોકો પણ ખુબજ ડરેલા છે.