/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/vlcsnap-6507-07-11-08h32m15s091.png)
આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આજુબાજુમાં આવેલ ગોડાઉનની અંદર ખુલ્લામાં રાખેલ પ્લાસ્ટિક વેસ્ટ અને લાકડાના ગોડાઉનો પણ લપેટમાં આવી આગ લાગતા દોડધામ મચીજવા પામી હતી.
અંકલેશ્વરના અંસાર માર્કેટ નજીક આવેલ નોબલ માર્કેટની ખુલ્લી જગ્યામાં રહેલ કચરાના ઢગલામાં અચાનક આગ લાગવાની ઘટના બનવા પામી હતી. જોતજોતામાં કચરાના ઢગલાની આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આ આગે આજુબાજુના ગોડાઉનને પણ લપેટમાં લેતા ગોડાઉનોમાં રહેલા પ્લાસ્ટીક વેસ્ટ અને લાક્ડા પણ સળગી જવા પામ્યા હતા. આ આગની જાણ ફાયર વિભાગને કરાતા બે ફાયર ફાયટરો ઘટના સ્થળે ધસી આવી આગ કાબુમાં લેવાના પ્રયત્નો હાથધર્યા હતા. આ ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ ગોડાઉન કોના છે અને આગ કેવી રીતે લાગી તેની તપાસ આરંભી હતી. જોકે આ ઘટનામાં કોઇ જાનહાની ના થતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.