/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/17163807/maxresdefault-201.jpg)
અંકલેશ્વર, પાનોલી અને ઝગડીયાના ઉદ્યોગોના પ્રદુષિત
પાણીનો દરીયામાં નિકાલ કરતી એનસીટીની લાઇનમાં ભંગાણ પડતાં 1,500થી વધારે ઉદ્યોગોના ઉત્પાદન પર અસર પડી
છે.
અંકલેશ્વર, પાનોલી અને ઝઘડીયાના ઉદ્યોગોના ઉત્પાદન
બાદ નીકળતાં પાણીને એનસીટી કંપની ટ્રીટમેન્ટ કરી પાઇપલાઇનથી દરિયામાં નિકાલ કરે
છે. આ પાઇપ લાઇનમાં છાશવારે ભંગાણ પડતું હોવાથી ઉદ્યોગોને વિકટ સ્થિતિનો સામનો
કરવો પડે છે. હાલમાં જ અંકલેશ્વરની કડકીયા કોલેજ પાસે એનસીટીની લાઇનમાં ભંગાણની
ઘટના સામે આવી છે. પાઇપલાઇનમાં ભંગાણના કારણે ઉદ્યોગોના પ્રદુષિત પાણીનો નિકાલ
અટકી ગયો છે અને તેની સીધી અસર ઉદ્યોગોના ઉત્પાદન ઉપર પડી છે. ઉદ્યોગોને રોજના 200 કરોડ રૂપિયાથી વધુનો ફટકો પડી રહયો છે.
એક તરફ પ્રદુષણના મુદે ઉદ્યોગો એનજીટીના આકરા દંડથી પરેશાન છે તેવામાં વધુ એક
સમસ્યાએ ઉદ્યોગોને કફોડી સ્થિતિમાં મુકી દીધાં છે. એઆઇએના પ્રમુખ મહેશભાઇ પટેલે
જણાવ્યું હતું કે, લાઇનમાં 14 તારીખથી ભંગાણ પડયું છે અને સંકલનના
અભાવે રીપેરીંગમાં સમસ્યા નડી રહી છે. ખેડૂતોના વળતરના મુદે કલેકટરના
અધ્યક્ષસ્થાને કમિટીની રચના કરાશે.