અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની ડ્રેનેજની લાઈન લિકેજ થતા ડિસ્ચાર્જ બંધ કરાયુ

New Update
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની ડ્રેનેજની લાઈન લિકેજ થતા ડિસ્ચાર્જ બંધ કરાયુ

નોટી ફાઈડ ઓથોરિટી દ્વારા યુધ્ધનાં ધોરણે સમારકામ શરુ

અંકલેશ્વર વાલિયા ચોકડી નજીક સીઆઈપી ભૂગર્ભ ગટરની લાઈનમાં લીકેજ સર્જાતા ઔદ્યોગિક વસાહત તેમજ રહેણાંક વિસ્તારનાં ડિસ્ચાર્જ 24 કલાક માટે બંધ કરવામાં આવ્યું છે.

જાણવા મળ્યા મુજબ અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક સીઆઈપી ભૂગર્ભ ગટરની લાઈન કોઈક કારણોસર લીકેજ થઇ હતી,જેના કારણે ડ્રેનેજનું પાણી બહાર વહેતુ થયું હતુ. જે અંગેની જાણ નોટી ફાઇડ એરિયા ઓથોરિટીને થતા તાત્કાલિક અસરથી બી અને સી પમ્પીંગ સ્ટેશનની ડ્રેનેજ લાઈનમાં ઔદ્યોગિક વસાહત અને રહેણાંક વિસ્તારનું ડિસ્ચાર્જ બંધ કરવાની સુચનાઓ આપવામાં આવી છે.

નોટી ફાઇડ ઓથોરિટી દ્વારા યુદ્ધના ધોરણે ડ્રેનેજમાં સર્જાયેલા લીકેજને અટકાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, અને સમારકામ પૂર્ણ થયા બાદ પુનઃ રાબેતા મુજબ ડ્રેનેજનો પ્રવાહ ચાલુ કરવામાં આવશે તેમ નોટી ફાઇડનાં અધિકારી ઉમેશ ચૌહાણે જણાવ્યુ હતુ.