અંકલેશ્વર કડકીયા MBA કોલેજનું શ્રેષ્ઠ પરિણામ

New Update
અંકલેશ્વર કડકીયા MBA કોલેજનું શ્રેષ્ઠ પરિણામ

ગુજરાતમાં GTUની 68 કોલેજ પૈકી પ્રથમ ત્રણ મુખ્ય કોલેજોમાં અંકલેશ્વર એમ.એચ. કડકીયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર સ્ટડીઝે સ્થાન પ્રાપ્ત કર્યુ છે.

તાજેતરમાં જ જાહેર થયેલા MBAનાં પરિણામોમાં 95 ટકા પરિણામ સાથે ગુજરાતની 68 કોલેજો પૈકી સમગ્ર ગુજરાતમાં ત્રીજા, દક્ષિણ ગુજરાતમાં બીજા અને ભરૂચ જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે.

ઉલ્લેખનીય છે કે કોલેજ દ્વારા જરૂરિયાત મંદ અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ ને ટ્રસ્ટ દ્વારા સ્કોલરશિપ પણ આપવામાં આવે છે, અને વિદ્યાર્થીઓનું કેમ્પસ પ્લેસમેન્ટ પણ કરવામાં આવે છે.