/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/8722e48d-b8ac-4588-88d2-1c7fc424cf22.jpg)
અંકલેશ્વર જીઆઇડીસીનાં ઇએસઆઈસી હોસ્પિટલ પાસે બનાવવામાં આવેલ કુત્રિમ કુંડમાં 1062 પ્રતિમાઓનું સફળતા પૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતુ.
અંકલેશ્વરમાં જીઆઇડીસીમાં વિઘ્નહર્તા દેવનું વિઘ્નરહિત વિસર્જનને પાર પાડવા માટે તંત્ર દ્વારા ઇએસઆઈસી હોસ્પિટલ પાસે કુત્રિમ કુંડ બનાવવામાં આવ્યું હતું, અને જેમાં તબક્કાવાર ગણપતિની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતુ.
અંકલેશ્વર નોટી ફાઇડ એરિયા ઓથોરિટીનાં DPMC સેન્ટર તેમજ ફાયર સ્ટેશનનાં લાશ્કરોએ ભારે જહેમત ઉઠાવીને નિર્વિઘ્ને વિસર્જન પાર પાડયુ હતુ.
જેમાં ગણેશ સ્થાપનાનાં એક દિવસ બાદથી તબક્કાવાર ગણેશજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓનું સફળતા પૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતુ.
વિસર્જીત થયેલ ગણેશ પ્રતિમાઓની વિગત :-
તારીખ વિસર્જીત પ્રતિમાઓની સંખ્યા
26 / 08 / 17 : 29
27 / 08 / 17 : 73
29 / 08 / 17 : 366
31 / 08 / 17 : 190
02 / 09 / 17 : 11
03 / 09 / 17 : 38
05 / 09 / 17 : 355
---------------------------------
કુલ : 1062