Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર નર્મદા નદી કાંઠાનાં ગામોના રહીશો જમીન ધોવાણથી ચિંતીત

અંકલેશ્વર નર્મદા નદી કાંઠાનાં ગામોના રહીશો જમીન ધોવાણથી ચિંતીત
X

વર્ષ ૨૦૧૪થી સંરક્ષણ દિવાલની કામગીરી બંધ

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીમાં પાણી ઘટવાના તેમજ ડેમમાંથી પાણી છોડવામા ન આવતા હાલમાં નદી ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે.ત્યારે અંકલેશ્વર તાલુકાનાં માં નર્મદા નદીની ગોદમા વસેલા ગામોને પોતાની મહામુલી જમીન પાણીનાં વહેણમાં તણાઇ જવાની ભીતી સેવાઈ રહી છે.

વરસાદની ૠતુ હવે દસ્તક દેવાની તૈયારીમાં છે. નર્મદા નદીનું વહેણ અંકલેશ્વર તરફ બદલાતા ૧૯૯૨ની સાલથી કાંઠા વિસ્તારની જમીનનું ધોવાણ સતત થઈ રહયુ છે.જેનાં કારણે એક અંદાજ મુજબ ૨૦૦૦ એકર જમીન નદીનાં પાણીનાં વહેણમાં તણાઈ ગઈ છે.

w 1

અંકલેશ્વર તાલુકાના બોરભાઠા બેટ, સરફુદ્દીન, ખાલપીયા, જુના ધંતુરિયા સહિતનાં કાંઠા વિસ્તારનાં ગામોની જમીન નદીનાં વહેણમાં ભળીને ધોવાઈ ગઈ છે. સંપૂર્ણ ગામો નામશેષ ન થાય તે માટે ખેડૂતોએ આ ગંભીર પ્રશ્નને લઈને અવાજ ઉઠાવ્યો અને ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરતા આખરે તેઓની લડત રંગ લાવી હતી અને રાજય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૩થી સંરક્ષણ દિવાલ બનાવવાનો પ્રારંભ થયો હતો. અંદાજીત રૂ.૪૦ કરોડનાં ખર્ચે બનનાર આ પ્રોટેકશન વોલની કામગીરી પણ માંડ-માંડ ચાલી અને વર્ષ ૨૦૧૪માં બંધ થઈ ગઈ, સંરક્ષણ દિવાલનું કામ કરતા કોન્ટ્રાક્ટર અને ડ્રેનેજ ઈરીગેશન વિભાગ વચ્ચે મતભેદના કારણે આખી કામગીરી ટલ્લે ચઢી. વર્ષ ૨૦૧૩માં નર્મદા નદીમાં આવેલા ઘોડાપુરનાં કારણે જમીનનાં ધોવાણની સાથે જુના બોરભાઠા બેટ નું સ્મશાન પણ તેમાં તણાઈ ગયુ હતુ.

સરફુદ્દીન ગામનાં રહીશ અને અંકલેશ્વર તાલુકા પંચાયતના સભ્ય જગદીશભાઈ વસાવાએ જણાવ્યુ હતુ કે જમીનનું ધોવાણ માત્ર નર્મદા નદીમાં આવતા પૂરને કારણે જ નહીં પરંતુ નદીમાં આવતી ભરતીનાં કારણે પણ થતુ જ રહે છે તેથી ગરબી ખેડૂતોની મહામુલી જમીનનું ધોવાણ થતુ અટકે તે માટે સરકાર દ્વારા નક્કર પગલા ભરવા માં આવે તે જરૂરી છે.

નર્મદા નદી કિનારે વસેલા ગામોનું અસ્તિત્વ ધોવાઈ જાય તે પૂર્વે સંરક્ષણ દિવાલનું સમખાવા પુરતી કામગીરી કરીને લાખો રૂપિયા વેડફાઈ ગયા છે. તેમ છતાં જે પરિણામ મળવુ જોઈએ એ મળ્યુ નથી.

New photo

સરફુદ્દીન ગામનાં ખેડૂત કયોમન કેલાવાલા એ જણાવ્યુ હતુ કે નર્મદા નદીનાં પુરના પાણીનાં કારણે ગામમાં જવાનો એક જ રસ્તો હતો જે પણ ધોવાઈ ગયો હતો પરંતુ લોકોને મુશ્કેલી ન પડે તે માટે તેઓએ પોતાની જમીન વિના મૂલ્યે રસ્તાના ઉપયોગ માટે આપી દીધી હતી તેમજ મુખ્યમંત્રી નાં લોકસંવાદ કાર્યક્રમમાં પણ સંરક્ષણ દિવાલનો પ્રશ્ન રજુ કર્યો હતો,પરંતુ આ પ્રશ્ન નું કોઈજ નિરાકરણ આવ્યું ન હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2015 જુન મહિના માં સંરક્ષણ દિવાલ ની કામગીરી ને પુન:શરૂ કરવા માટે ઇજનેરો એ મુલાકાત લીધી હતી અને ગ્રામજનો નો ઉગ્ર વિરોધ પણ સહન કરવો પડ્યો હતો અને સંરક્ષણ દિવાલનું કામ વહેલી તકે શરૂ થાય તેવી હૈયા ધારણા તેઓએ ગ્રામજનો ને આપી હતી,પરંતુ એક વર્ષ નો સમય વિત્યા બાદ પણ પરિસ્થિતિ ત્યાંની ત્યાંજ છે

Next Story
Share it