New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/04/download-2-5.png)
અંકલેશ્વર ને.હા.નં. 8 અમરાવતી બ્રીજ પાસે એક બાઈક સવારને ટ્રક ચાલકે અડફેટમાં લેતા બાઈક ચાલકનું ગંભીર ઈજાના પગલે ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
ઝઘડિયા તાલુકાના અવિધા ગામ ખાતેના જોશી ફળિયામાં રહેતા પંકજ ચીમનભાઈ વ્યાસ ઉ.વ. આશરે 60 નાઓ પોતાની બાઈક લઈને અંકલેશ્વર આવી રહ્યા હતા.તે અરસામાં ને.હા.નં. 8 અમરતપરા ગામ નજીક અમરાવતી બ્રીજ પાસે એક ટ્રક ચાલકે ટ્રકને ગફલતભરી રીતે હંકારી બાઈક સવાર પંકજ વ્યાસને અડફેટમાં લઇ અકસ્માત સર્જ્યો હતો.
સર્જાયેલા અકસ્માતમાં પંકજ વ્યાસને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળ પર જ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું.અકસ્માત સર્જીને ટ્રક ચાલક ટ્રક મૂકી ફરાર થઇ ગયો હતો.
બનાવ અંગે અંકલેશ્વર શહેર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ફરાર ટ્રક ચાલક ને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.
/connect-gujarat/media/post_attachments/efa8b28e7eaf5afbcf1614a16db359fa0e5fe5c0413ca37158a1de96c6c3c9be.gif)