વડોદરા આર.આર. સેલ દ્વારા અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 8 પરથી વિદેશી દારૂની ખેપ મારતી બે કારને ઝડપી પાડી હતી, અને ચાર વ્યક્તિઓની આર.આર. સેલે ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યુ છે.ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને પોલીસ તંત્ર દ્વારા અસામાજિક પ્રવૃતિઓ અને તત્ત્વોને ડામવા માટે સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યુ છે, વડોદરા રેન્જ આર.આર. સેલ દ્વારા ચોક્કસ બાતમીને આધારે અંકલેશ્વર ને.હા.નં 8 પર જીએમ દેસાઈ પેટ્રોલપંપ નજીક વિદેશી દારૂની ખેપને ઝડપી પાડવા માટે વોચ ગોઠવી હતી.આર.આર. સેલની કાર્યવાહી દરમિયાન ઇનોવા કાર અને નિશાન સન્ની કાર શંકાસ્પદ હાલતમાં પસાર તથા પોલીસે બંને કારને અટકાવી હતી. અને કારની તલાસી લેતા બંને કાર માંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.આર.આર. સેલે 83 પેટી વિદેશી દારૂની જપ્ત કરીને 4 ઈસમોની ધરપકડ કરી છે, અને મુદ્દામાલની ગણતરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here