Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર પાલિકામાં થઈ નાણાંની ઊંચાપતઃ મહિલા કર્મીને અપાઇ નોટિસ

અંકલેશ્વર પાલિકામાં થઈ નાણાંની ઊંચાપતઃ મહિલા કર્મીને અપાઇ નોટિસ
X

અંકલેશ્વર નગર પાલિકામાં મહિલા ક્ર્મચારી દ્વારા સખી મંડળના રૂપિયા ૧.૩૩ લાખ ગેરવલ્લે થયાના મામલે પાલિકા સત્તાધિશોએ કડક વલણ અપનાવ્યું છે. જ્યારે નગરપાલિકાના ચીફ ઓફીસર હજુ શું કરવું તે બાબતે અવઢવમાં છે.

અંકલેશ્વર પાલિકાના સખી મંડળની ગ્રાન્ટ માટે આવતા નાણાંનો વહીવટ પાલીકાના મુખ્ય અધિકારી તેમજ સમાજ સંગઠકના હસ્તક હોય છે. આ નાણાં ગરીબો માટે સરકાર દ્વારા ફાળવાય છે.અંકલેશ્વર નગર પાલીકાનામહિલકર્મી હેમાક્ષી રાણાએ આ નાણાં પૈકી રૂપિયા ૧.૩3 લાખ જેટલી રોકડ રકમ પોતાની પાસે રાખી હતી અને જયારે આ રકમનો હિસાબ આપવામાં આવ્યો ત્યારે એમના સ્કૂટરની ડીકીમાંથી આ નાણાં ચોરાઇ ગયા હોવાનો ખુલાસો તેમણે આપ્યો હતો.

જો કે પાલિકાના ઓડીટમાં આ મુદ્દો ગાજતાં છેવટે ચીફ ઓફીસરે પાલિકા પ્રમુખને પત્ર લખી હેમાક્ષી રાણાએ સરકારી નાણાંની ઉચાપત કરી હોવાની અને તેમના વિરૂધ કડક પગલાં લેવા જણાવ્યું હતું.જોકે આ નિર્ણય લેવાનો સત્તાની રૂએ અધિકાર ચીફ ઓફીસરને જ હોય છે.જેથી પાલિકા પ્રમુખ દક્ષાબેન શાહે ચીફ ઓફીસરને જ પગલાં લેવા સુચના આપી હતી.

આ મામલે ચીફ ઓફીસરે પોતાનો સૂર બદલી હેમાક્ષી રાણાનો બચાવ કરવા હેમાક્ષીબેન રાણા નાણાં ભરપાઇ કરવા માંગતા હોવાથી આ કોઇ ઉચાપત કર્યાનો કેસ બનતો નથીનું લેખીતમાં પાલીકા પ્રમુખ દક્ષાબેનને જણાવ્યું હતું.જો કે આ મામલે આ ગેરરીતી જ હોવાનું અને કડક કાર્યવાહી કરવા પુન: પાલીકા પ્રમુખે સી.ઓને જણાવ્યું હતું.

આ મામલે પ્રમુખ દક્ષાબેને જણાવ્યું કે, આ ચોખ્ખો ગેરરીતીનો જ કેસ છે.સરકાર દ્વારા ગ્રાન્ટ મારફત ગરીબો માટે ફળવાતા આ કર્મચારીએ પોતાની પાસે જ રાખી મુક્યા એ સાંખી લેવાય નહીં.મોવડી મંડળ તરફથી પણ આ ઘટના મુદ્દે ગંભીર નોંધ લેવાઇ છે અને અમે ચીફ ઓફીસરને આ અંગે કડક કાર્યવાહી કરી પગલા લેવા જણાવ્યું છે.

તો બીજી તરફ અંકલેશ્વર પાલીકાના ચીફ ઓફીસર પ્રશાંત પરીખે તેમનો સંપર્ક સાંધવા પ્રયત્ન હાથ ધરતા તેમનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ આવ્યો હતો.દરમિયાન પાલિકાના વિપક્ષી નેતા ભુપેન્દ્ર જાનીએ આ ઘટનાને ગંભીર ગણાવી આવા કર્મચારીઓ વિરૂ કડક કાર્યવાહી થાય એવી માંગ કરી હતી અને આ અંગે તેમણે પાલિકા પ્રમુખને પણ રજૂઆત કરી હતી.

હાલમાં તો મળતી માહીતી મુજબ હેમાક્ષી રાણાને આ મામલે નોટિસ આપી તપાસ હાથ ધરાઇ છે.જો કે ચીફ ઓફીસરનો સંપર્ક ના સંધાતા નોટિસમાં શું ઉલ્લેખ છે તે જાણી શકાયું નથી.હાલામાં પાલિકાના મહિલાકર્મી દ્વારા આટલી મોટી રકમની ગેરરીતીની વાત ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે.

Next Story