અંકલેશ્વર : શહેરની વિવિધ શાળાઓમાં ૭૩માં સ્વતંત્રતા પર્વની કરાઈ ઉજવણી

New Update
અંકલેશ્વર : શહેરની વિવિધ શાળાઓમાં ૭૩માં સ્વતંત્રતા પર્વની કરાઈ ઉજવણી

આજરોજ અંકલેશ્વર શહેરની વિવિધ શાળાઓમાં ૭૩માં સ્વતંત્રતા પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.

અંકલેશ્વર શહેરમાં સનાતન ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ધ્વજવંદનનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના ટ્રસ્ટી એલ.બી.પાંડે દ્વારા ધ્વજવંદન કરી સુંદર વક્તવ્ય પાઠવાયું હતું. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી અનુરાગ પાંડે, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અંકલેશ્વર શહેરમાં આવેલ અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે ૭૩માં સ્વતંત્રતા પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરી રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટીગણ, શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અંકલેશ્વર શહેરની તક્ષશિલા વિધાયલ ખાતે ૭૩માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીત રજૂ કરી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળાના ટ્રસ્ટીગણ, શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અંકલેશ્વર શહેરમાં આર.એમ.પટેલ વિદ્યાસંકુલ ખાતે ૭૩માં સ્વતંત્રતા પર્વ નિમિતે સંદીપ જે. પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. શિક્ષિકા તેમજ વિદ્યાર્થીનીઓ દ્વારા શાળાના પટાંગણમાં બનાવવામાં આવેલ ફૂલ વડે રાષ્ટ્રધ્વજની આકૃતિવાળી રંગોળીએ ભારે આકર્ષણ જમાવ્યું હતું.

અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત ચૌટાબજાર કન્યાશાળા નં. ૩ ખાતે ૭૩માં સ્વતંત્રતા પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વર પ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્ય જીગ્નેશ અંદાડીયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. શાળાના વિધાર્થીઓ દ્વારા વેશભૂષા, દેશભક્તિ ગીત તેમજ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના આચાર્ય, શિક્ષકગણ તેમજ મોટી સંખ્યા શાળાના વિદ્યાર્થી બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.