Top
Connect Gujarat

અંકલેશ્વર શહેરમાં પાણી કાપ બનશે અમલી

અંકલેશ્વર શહેરમાં પાણી કાપ બનશે અમલી
X

ઉનાળાના અંત તરફ આગળ વધતા અને ચોમાસાના વરસાદને આવકારવા થનગની રહેલ અંકલેશ્વરવાસીઓ માટે બુધવારથી પીવાના પાણી માટે દિવસો કપરા સાબિત થશે. આગામી બુધવારથી અંકલેશ્વર શહેરની પ્રજાને પીવાનું પાણી આંતરે દિવસે અપાશેની જાહેરાત કરી દેવાઇ છે. જયારે અંકલેશ્વર નોટિફાઇડ એરિયામાં દિવસમાં બેથી ત્રણ કલાક પીવાનું પાણી પુરૂં પડાશે.

હવે ઉનાળાનાં અંતે અને સામા ચોમાસે અંકલેશ્વર શહેરવાસીઓએ હવે પાણી કાપનો સામનો કરવો પડશે. અંકલેશ્વર નગરપાલિકા તરફથી મળતી માહિતિ અનુસાર ગત વર્ષે ચોમાસુ નબળું રહ્યું હોવાથી અંકલેશ્વરને પાણી પૂરૂં પાડતાં ઉકાઇ ડેમમાં પણ પાણીની અછત સર્જાવા પામી છે.હાલમાં ઉકાઇ જમણા કાંઠે આ નહેર વિભાગ દ્વારા અંકલેશ્વરને અપાતો પાણી પૂરવઠો બંધ કરવામાં આવ્યો છે. જેના કારણે નગરપાલિકા પાસે ગામ તળાવમાં જે અનામત જથ્થો છે એનાથીજ અંકલેશ્વરવાસીઓને કામ ચલાવવું પડે એવી સ્થિતિ સર્જાઇ છે. સાથેજ પીવાના પાણી માટે નગરપાલિકાના બોરમાંથી પણ પાણીનો જથ્થો લેવો પડી રહ્યો છે.

આ અછતની પરીસ્થિતિમાં અંકલેશ્વર નગરપાલિકાએ આગામી તા.૧૨મી જૂનથી એક દિવસના આંતરે પાણી આપવાનો નિર્ણય કર્યો છે. આ અંગે પાલિકાના ચિફ ઓફીસરે પણ જણાવી દીધું છે કે, જ્યાં સુધી ઉકાઇ ડેમમાંથી પાણી ન આવે ત્યાં સુધી પાણી કાપ અમલી રહેશે.હાલ તળાવમાં ૨.૨૦મીટરનું પાણીનું લેવલ છે અને ૨૨ બોરમાંથી પાણી અપાય છે.

Next Story
Share it