અંકલેશ્વર શહેર પોસ્ટ ઓફિસમાં અપૂરતા સ્ટાફને અભાવે સિનિયર સીટીઝનોને હાલાકી

New Update
અંકલેશ્વર શહેર પોસ્ટ ઓફિસમાં અપૂરતા સ્ટાફને અભાવે સિનિયર સીટીઝનોને હાલાકી

અંકલેશ્વર શહેર ચૌટા બજાર ખાતે આવેલ પોસ્ટ ઓફિસની ખાડે ગયેલી સેવાઓને કારણે પોસ્ટમાં આવતા સિનિયર સીટીઝનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.publive-imageઅંકલેશ્વર શહેરનાં ચૌટા બજારમાં આવેલ પોસ્ટ ઓફિસ વિવાદોનું કારણ બની છે. પોસ્ટના કામકાજ અર્થે સમયસર પોતાનું કામ થઇ જશે તેવી ધારણા સાથે સવારના 7 વગ્યા થી જ સિનિયર સીટીઝનો પોસ્ટની બહાર લાઈન લગાવીને ઉભા હોય છે, પરંતુ પોસ્ટની ગોકળગાયની ગતિએ ચાલતી કામગીરીના પગલે સિનિયર સીટીઝનોનું કામ કલાકોનાં સમય બાદ પૂર્ણ થાય છે.publive-imageવધુમાં પોસ્ટ ઓફિસમાં સિનિયર સીટીઝનો ને બેસવા માટેની પણ સુવિધા નહોવાનું જાણવા મળ્યુ છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ પોસ્ટમાં અપૂરતા સ્ટાફના પરિણામે પોસ્ટમાં આવતા ગ્રાહકોને અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો હોવાનું કહેવાય છે. ઉપરાંત અવારનવાર સર્વર ડાઉન થઇ જતા પણ પોસ્ટની કામગીરી ઠપ થઇ જતી હોવાનું પણ ગ્રાહકો કહી રહ્યા છે.