/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/AK-1.jpg)
પોલીસે કુલ ૨ લાખ ૫૫ હજારનો મુદ્દામાલ કબજે કર્યો.
ભરૂચ ક્રાઈમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વર જી.આઈ.ડી.સીની ટ્રાન્સપોર્ટ ઓફિસનો ટેમ્પો ચોરી કરી ફરાર થયેલા ચાલક સહીત અન્ય બે ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર નેશનલ હાઇવે પર આવેલ નોબેલ માર્કેટ પાસે ત્રણ ઈસમો ટેમ્પો વેચવા ફરી રહ્યા છે. જેવી બાતમીના આધારે પોલીસે વોંચ ગોઠવી ટેમ્પો નંબર-જી.જે.૧૬.એયુ.૨૫૯૫ આવતા પોલીસે તેને અટકાવી તેઓ પાસે ટેમ્પોના દસ્તાવેજો માંગતા તેઓએ સંતોષકારક જવાબ નહી આપતા અંદર સવાર ત્રણ ઇસમોને પકડી પાડી તેઓની વધુ પૂછપરછ કરતા ટેમ્પોના ચાલક સંતોષ મહાનંદ શિવ યાદવે જી.આઈ.ડી.સીની કિસ્ટલ ચોકડી પાસે આવેલ અમર ટ્રાન્સપોર્ટમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હોય ટ્રાન્સપોર્ટના માલિકને ક્યાં વિના ટેમ્પો લઈ ફરાર થઈ ગયો હોવાનું કબુલ કર્યું હતું.
પોલીસે ૨ લાખ ૫૦ હજારના ટેમ્પો મળી કુલ ૨ લાખ ૫૫ હજારનો મુદ્દામાલ કબજે કરી મૂળ યુપીના અને હાલ ગડખોલ પાટિયાની અવધૂતનગરમાં રહેતા ટેમ્પો ચાલક સંતોષ મહાનંદ શિવ યાદવ અને ગણેશ વિશુન દયાલ યાદવ,શીવકાંત હવલદારસિંગ યાદવને ઝડપી પાડી ત્રણેવ આરોપીઓને અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.