New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/08/894cf64a-9bc5-45b6-b388-af92ff19761f.jpg)
અંકલેશ્વર મહાવીર ટર્નીંગ પાસે આવેલ NCPની કાર્યાલય ખાતે 71માં રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે ભરૂચ જિલ્લા NCP પ્રમુખ ડી.સી. સોલંકીએ રાષ્ટ્ર ધ્વજ ફરકાવીને દેશની આન - બાન - શાનનાં પ્રતીક તિરંગાને સલામી આપી હતી, અને ત્યારબાદ NCPનાં હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ દ્વારા તિરંગા યાત્રા પણ યોજવામાં આવી હતી.
સ્વતંત્રતા પર્વની ઉજવણી પ્રસંગે NCP જિલ્લા મહામંત્રી પ્રકાશ પટેલ, અંકલેશ્વર અને હાંસોટનાં NCPનાં હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત ભરૂચ જિલ્લા NCP પ્રમુખ ડી.સી.સોલંકીએ સૌને સ્વતંત્રતા પર્વની શુભેચ્છા પાઠવી હતી.