Connect Gujarat
ગુજરાત

અંક્લેશ્વર નગરપાલિકાનાં નવનિયુક્ત પ્રમુખ-ઉપપ્રમુખે આજથી ચાર્જ સાંભળ્યો

અંક્લેશ્વર નગરપાલિકાનાં નવનિયુક્ત પ્રમુખ-ઉપપ્રમુખે આજથી ચાર્જ સાંભળ્યો
X

ઓફિસમાં શાસ્ત્રોક્ત વિધી સાથે સહકાર મંત્રીની હાજરીમાં કાર્યભાર સંભાળ્યો હતો

અંક્લેશ્વર પાલિકાની અઢી વર્ષની મુદત પુર્ણ થતાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં નવનિયુક્ત પ્રમુખ દક્ષાબેન શાહ તથા ઉપપ્રમુખ નીલેશ પટેલે આજે શાસ્ત્રોક્ત વિધિ ઓફિસમાં પૂજા કરાવી સાથે કાર્યભાર સંભાળ્યો હતો.

આ પ્રસંગે રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ સહિત પાલિકાંના ચૂંટાયેલા સભ્યો અને ભાજપા સંગઢનનાં હોદ્દેદારો વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં. તમામ હોદ્દેદારોએ પ્રમુખ-ઉપપ્રમુખને શુભેચ્છા તથા અભિનંદન પાઠવ્યા હતાં. આ પ્રસંગે પ્રમુખ દક્ષાબેન શાહે જણાવ્યું હતું કે, અંક્લેશ્વરને વિકાસની સાથે સાથે સ્વચ્છ અને સુંદર બનાવવા તરફ પણ પૂરતું ધ્યાન આપવું એ એમની પ્રાથમિક્તા રહેશે.

Next Story