/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/aveden.jpg)
ભરૂચ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રા ધામ અંગારેશ્વર, શુક્લતીર્થ, નિકોરા, મંગલેશ્વર, ઝનોર વિસ્તારમાં ઇંગલિશ દારૂ ,જુગાર ,સટ્ટા બેટિંગ બંધ કરાવવા બાબતે અંગારેશ્વર ગ્રામ પંચાયતના સભ્યોએ જિલ્લા કલેકતરને આવેદન પાઠવ્યું હતું.
ભરૂચ તાલુકાના અંગારેશ્વર ગામના સરપંચ અને ઉપસરપંચ મહેશ્ભાઇ પરમાર દ્વારા ભરૂચ જિલ્લા પોલીસ વડાને સંબોધીને એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.આ આવેદન પત્રમાં તારીખ ૧૫/૦૭/૧૯ ની ગ્રામસભાના તેમજ ગ્રામ સભામાં જાગૃત નાગરિકો દ્વારા અપાયેલ અરજીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને જણાવેલ છે કે નબીપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ આઉટપોસ્ટ શુકલતીર્થ વિસ્તારમાં આવતા અને ગુજરાત સરકાર દ્વારા પ્રવાસન ધામો જાહેર કરેલા ગ્રામ્ય વિસ્તારોમાં વિદેશી દારૂ,જુગાર ,સટ્ટા બેટીંગનું પ્રમાણ ખુબ મોટા પ્રમાણમાં વધી ગયેલ છે. તેવી રજુઆત તારીખ ૧૫/૦૭/૧૯ ની ગ્રામસભામાં જાગૃત નાગરિકો દ્વારા લેખિતમાં પંચાયતને મળેલ છે અને મૌખિક રીતે પણ ગ્રામસભામાં હાજર રહેલ નાગરિકો દ્વારા રજુઆત કરવામાં આવેલ છે.
જેમની રજુઆત મુજબ પવિત્ર યાત્રાધામોમાં વિદેશી દારૂ ,જુગાર,સટ્ટા બેટિંગની લતના વ્યસનના કારણે અંગારેશ્વર ગામના આશરે ૫૦ લોકોના મોત નિપજ્યા છે. તેમજ વિવિધ બદીઓના કારણે ઝેરી દવા ગટગટાવી મોત ને ભેટયા હોય તેવા બનાવો પણ બન્યા છે.અંગારેશ્વર ,શુક્લતીર્થ,નિકોરા,મંગલેશ્વર,ઝનોર વિસ્તારમાં બેફામ રીતે દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જયારે શુક્લતીર્થ આઉટપોસ્ટના પોલીસ અમલદારો કે જેઓ ૫ વર્ષ કરતા વધુ સમયથી આઉટપોસ્ટમાં ફરજ બજાવે છે. તેઓ અંગે તેમજ આ યાત્રા ધામના ગામોમાં વ્યાપેલ બદી અંગે યોગ્ય કરવા વિનંતી આવેદનપત્રમાં કરવામાં આવી હતી.