અંબાજી ખાતે ભાજપ દ્વારા આયોજિત ત્રિદિવસીય પ્રશિક્ષણ મહાઅભિયાન ની પુર્ણાહુતી થઇ

New Update
અંબાજી ખાતે ભાજપ દ્વારા આયોજિત ત્રિદિવસીય પ્રશિક્ષણ મહાઅભિયાન ની પુર્ણાહુતી થઇ

મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે ઉના ની મુલાકાત લઈને ટીકા કરતા વિરોધીઓ ને આડેહાથ લીધા

ગુજરાત ના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ત્રિદિવસીય પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન સમારોહ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની ઉપસ્થિતિ માં સંપન્ન થયો હતો.

13754500_1241408299205513_7659667296720991364_n

બનાસકાંઠા અને મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા આયોજિત આ પ્રશિક્ષણ માં મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે સંબોધન કરતા જણાવ્યું હતું કે કાર્યકરો એ ભાજપ ની વિચારધારા ને લોકો સુધી પહોંચાડવી પડશે.અને કાર્યકરો એ તેને વધુ સારી રીતે સમજીને છેવાડા ના માનવી સુધી આત્મીયતા ના સંબંધ કેળવવા પડશે અને લોકો ને મદદરૂપ બની શકશો ત્યારે આ પ્રશિક્ષણ લોક ઉપયોગી નિવડી શકે છે.

આ પ્રસંગે આનંદીબહેન પટેલે ઉના ની દલિત સમાજ ના યુવાનો પર ની ઘટના અંગે પણ જણાવ્યું હતું કે ઉના ના બનાવ ને લઈને હવે રાજનીતિ કરવામાં આવ રહી છે.અને ગુજરાત દોડી આવતા રાજનેતાઓ એ પણ સારા રસ્તા,પાણી ની સુવિધા સહિત ની વ્યવસ્થાથી તો વાકેફ થયા હશે.

13782038_1241408355872174_7230582879085264910_n

પ્રશિક્ષણ પુર્ણાહુતી કાર્યક્રમ માં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણી,રાજ્ય ના મંત્રી નીતિન પટેલ,સાંસદ નટુજી ઠાકોર,ધારાસભ્ય પરબત પટેલ,નારણ પટેલ,બનાસકાંઠા જિલ્લા ના પંચાયત પ્રમુખ દિનેશ દવે સહિત વિશાળ સંખ્યામાં મહેસાણા અને બનાસકાંઠા ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories