અક્ષય સાથે કૃતિ સેનન રૃપેરી પડદે રોમાન્સ કરતી જોવા મળે તેવી શકયતા 

New Update
અક્ષય સાથે કૃતિ સેનન રૃપેરી પડદે રોમાન્સ કરતી જોવા મળે તેવી શકયતા 

સાજિદ નડિયાદવાળા હાઉસફુલ ૪ની તૈયારી કરી રહ્યો છે.આ એક કોમેડી ફિલ્મ હશે જેમાં મુખ્ય અભિનતા તરીકે અક્ષય કુમાર જ ભૂમિકા ભજવશે. અક્ષય સાથે કૃતિ સેનન રૃપેરી પડદે રોમાન્સ કરતી જોવા મળે તેવી શકયતા છે.

જો આમ થશે તો અભિનેત્રીની સાજિદ નડિયાદવાળા સાથે આ બીજી ફિલ્મ હશે. '' કૃતિ સેનન સાજિદ નડિયાદવાળાની હાઉસફુલ ૪માં અક્ષય સાથે રોમાન્સ કરતીજોવા મળે તેવી શક્યતા છે.

કૃતિએ પોતાની કારકિર્દીની શરૃઆત સાજિદની હીરોપંતી ફિલ્મથી જ કરી હતી.હવે જો તે હાઉસફુલ ૪માં કામ મેળવશે તો આ તેની સાજિદ સાથે બીજી ફિલ્મ બનશે, જ્યારેઅક્ષય સાથે પ્રથમ ફિલ્મ હશે, તેમ સૂત્રે જણાવ્યું હતું