અખાત્રીજ નિમિત્તે અંકલેશ્વરના શહેરીજનોએ સોનાની ખરીદી કરી શુકન કર્યા હતા..!

New Update
અખાત્રીજ નિમિત્તે અંકલેશ્વરના શહેરીજનોએ સોનાની ખરીદી કરી શુકન કર્યા હતા..!

ભારતીય સંસ્કૃતિમાં અક્ષય તૃતીયાને બહુ શુભ દિવસ માનવામાં આવે છે. એવું કોઈ શુભ કાર્ય નથી જે આ દિવસે ના થઇ શકે. આ વર્ષે ૧૫ વર્ષ પછી અક્ષય તૃતીયાએ સૂર્ય, ચંદ્ર, શુક્ર અને રાહુ ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરવાનો છે. આ સંયોગ સ્વયંમાં દુર્લભ માનવામાં આવે છે. તેથી જ આ દિવસ આ વખતે વધારે લાભદાયી છે. તેથી જ આ દિવસ સોનુ ખરીદવા માટે શુભ મનાય છે.

આ દિવસે મા લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ દિવસે સોનું ખરીદવાની સાથે કેટલીક એવી વસ્તુઓ પણ છે જેને ઘરે લાવવી શુભ માનવામાં આવે છે. અક્ષય તૃતયા પર કેટલાંક ઉપાય કરવામાં આવે તો લક્ષ્મીજી જરૂરથી પ્રસન્ન થાય છે. ચાલો જાણીએ કેટલીક એવી વસ્તુઓ વિશે જે મા લક્ષ્મીને અતિપ્રિય છે.

વૈશાખ સુદ ત્રીજના દિવસને વર્ષનું સર્વ શ્રેષ્ઠ મુહૂર્ત ગણવામાં આવે છે. આજના દિવસ સાથે કેટલીય મહત્વની ઘટનાઓ સંકળાયેલી છે જેમાં પરશુરામ અવતરણ, ગંગા અવતરણ, ભગવાન શ્રી કૃષ્ણ તથા સુદામાનું પુનઃ મિલન તેમજ ત્રેતા યુગના પ્રારંભ જેવી ઘટનાઓ આજના દિવસ સાથે સંકળાયેલી છે. આજના દિવસને અતિ પવિત્ર અને શુભ ગણવામાં આવે છે આજના દિને લોકો નવીન ચીજવસ્તુઓ ખરીદી તેમજ સોનાની ખરીદી કરી શુકન કરે છે. અંકલેશ્વર ખાતે લોકોએ સોનાની ખરીદી કરી હતી. શહેરીજનોએ વિવિધ જવેર્લ્સની શોપમાંથી સોનુ ખરીદી શુકન કર્યા હતા. તો વાહનોની ખરીદીમાં પણ લોકોએ ઉત્સાહ બતાવ્યો હતો.