/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/08/kajol-ajay-devgn.jpg.image_.784.410.jpg)
અજય દેવગણ અને કાજોલ વર્ષો પછી ફરી એકવાર ફિલ્મમાં સાથે જોવા મળશે. રીઅલ લાઈફ પતિ-પત્નીની જોડીએ સાત વર્ષ પહેલા ટૂનપુર કા સુપરહીરો ફિલ્મમાં સાથે કામ કર્યું હતુ. આ જોડીની યુ મી ઓર હમ ફિલ્મને પણ દર્શકોએ પસંદ કરી હતી. ત્યારે હવે ફરી આ જોડી પોતાનો જાદૂ ચલાવવા સાથે આવી રહી છે.
અજય અને કાજોલ પ્રદીપ સરકારની આગામી ફિલ્મમાં સાથે કામ કરશે. આ ફિલ્મ 2018માં રિલીઝ થશે. ફિલ્મ અંગે જાણવા મળતી વિગતો અનુસાર આ ફિલ્મમાં દંપતિ કો-સ્ટાર તરીકે જોવા મળવાના છે.
ફિલ્મનું દિગ્દર્શન એડ ફિલ્મ મેકર રાજ સારથી કરવાના છે. ફિલ્મ પણ પતિ પત્નીના સંબંધ પર આધારિત હશે. આ બંને સ્ટાર્સ અગાઉ અનેક ફિલ્મો સાથે કરી ચુક્યા છે. પરંતુ લગ્ન અને સંતાનની જવાબદારી માટે કાજોલે ફિલ્મોમાંથી થોડો સમય માટે બ્રેક લીધો હતો. પરંતુ ફિલ્મ દિલવાલેથી કાજોલે ફરીવાર બોલિવૂડમાં એન્ટ્રી કરી છે અને હવે તે પતિ અજય સાથે પણ ફિલ્મ કરવાની છે.