New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/08/Vivegam-teaser-1.jpg)
બોલીવુડ તેમજ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રેકોર્ડ બ્રેક કમાણી ફિલ્મ બાહુબલી - 2એ કરી હતી. પરંતુ આ કમાણીનો રેકોર્ડ ટુંક સમયમાં વિવેક ઓબેરોય અને સાઉથના સુપરસ્ટાર અજીત કુમારની ફિલ્મ તોડી દેશે તેમ લાગી રહ્યું છે.
અજીત કુમારની તામિલ ફિલ્મ વિવેગમ રિલીઝના થોડા જ દિવસોમાં કરોડોની કમાણી કરી લીધી છે. ચેન્નઈ બોક્સ ઓફિસ પર આ ફિલ્મ હાલ છવાયેલી છે. આ ફિલ્મ બાહુબલીને પાછળ રાખી અને પ્રથમ સપ્તાહમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ચુકી છે.
વિવેગમ ફિલ્મની શનિવાર સુધીની આવક 67.92 કરોડ થઈ છે, તેના રિલીઝ પછીના પ્રથમ સપ્તાહમાં 5.75 કરોડની આવક ફિલ્મને થઈ હતી. આ ફિલ્મ બાહુબલીનો રેકોર્ડ તોડશે તેવી આશા મેકર્સ રાખી રહ્યા છે, કારણ કે ફિલ્મનું ઓપનિંગ કલેકશન 25.83 કરોડ છે. ઓવરસીઝ માર્કેટમાં ફિલ્મે માત્ર 3 દિવસમાં 18 કરોડની કમાણી કરી છે.