અદાણી ફાઉન્ડેશન દ્વારા દહેજ ગામમાં સર્કલ, વોટર એ.ટી.એમ. તેમજ સેનીટેશનની સુવિધાઓ પુરી પાડવામાં આવી

અદાણી ફાઉન્ડેશન,દહેજ એકમ દ્વારા દહેજ ગામમાં નવનિર્મિત શ્રી ગુમાનદેવ સર્કલ,વોટર એ.ટી.એમ. તેમજ સેનીટેશનની સુવિધાઓ લોકાર્પણ કાર્યક્ર્મ યોજયો હતો.આ કાર્યક્ર્મમાં દહેજના સરપંચ જયદીપસિંહ રાણા, ઉપસરપંચ ગંગાબેન આહીર, ગામ અગ્રણી નરેન્દ્રસિંહ રણા, અદાણી દહેજ પોર્ટના વડા બી.જી. ગાંધી તેમજ અન્ય આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

દહેજ ખાતે બનાવેલ વિલેજ સર્કલ વાગરા તાલુકાના અગ્રેસર દહેજ ગામની શોભામાં અભિવૃધ્ધિ તો કરશે જ સાથે સાથે ગામમાં થનાર વાહનવ્યવહારને સુરક્ષિત અને શિસ્તબધ્ધ બનાવશે.

આ ઉપરાંત ગામના લોકોને પીવાનું શુધ્ધ પાણી ઉપલબ્ધ થાય એ હેતુથી આર.ઓ. પ્લાન્ટ સાથેનું  વોટર એ.ટી.એમ પણ લગાવવામાં આવેલ છે.આ વ્યવસ્થાથી પાણીના ખોટા બગાડને અટકાવી શકાશે.આ ઉપરાંત અદાણી ફાઉન્ડેશન દ્વારા ગત વર્ષમાં ગામનું બસ સ્ટેન્ડ બાંધવામાં આવેલ હતુ. તેની બાજુમાં જ સેનીટેશનની સુવિધાનું પણ આજ રોજ લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.આ પ્રસંગને સફળ બનાવવા અદાણી ફાઉન્ડેશનની દહેજ ટીમે ખુબ જ જહેમત ઉઠાવી હતી.

 

LEAVE A REPLY