/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/Faf-Gulbadin-AP_630_630.jpg)
વર્લ્ડ કપ 2019 માં નિરાશ આફ્રિકન ટીમને પોતાની પ્રથમ જીતની આશા
ક્રિકેટ વર્લ્ડ કપમાં આજ રોજ રમાનારા બીજા મુકાબલામાં પોઇન્ટ ટેબલમાં અંતિમ સ્થાને રહેલી બે ટીમો સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન ટૂર્નામેન્ટમાં પોતાનો પ્રથમ વિજય મેળવવા મેદાને ઉતરશે. વર્લ્ડ કપની શરૂઆતથી જ સાઉથ આફ્રિકા ક્યારેય દાવેદાર ટીમ લિસ્ટમાં સ્થાન મેળવી શકી નથી. ઇંગ્લેન્ડ, બાંગ્લાદેશ તથા ભારત સામે હાર્યા બાદ વેસ્ટ ઇન્ડિઝ સામેની મેચ વરસાદના કારણે ધોવાઇ ગઇ હતી. અફઘાનિસ્તાનની પણ આ જ પરિસ્થિતિ છે. તેણે ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા તથા ન્યૂઝીલેન્ડ સામેની મેચ હારી ચૂક્યું છે. અફઘાનિસ્તાન પાસે ખરાબ ફોર્મ માં ચાલી રહેલી આફ્રિકન ટીમ સામે પ્રથમ વિજય મેળવવાની તમામ તક છે. સાઉથ આફ્રિકન ટીમને તેના બેટ્સમેનોનો અનુભવનો અભાવ ભારે પડી રહ્યો છે. વેસ્ટ ઇન્ડિઝ સામેની મેચમાં પણ વરસાદના કારણે રમત પડતી મૂકવામાં આવી તે પહેલાં ટીમે ૨૯ રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. અનુભવી સિનિયર ખેલાડી અમલા ખરાબ ફોર્મમાં છે અને ૨૦૧૫ના વર્લ્ડ કપમાં સેમિફાઇનલ સુધીની સફર કરનાર આફ્રિકન ટીમ અમલા સારા ફોર્મમાં આવે તેવી આશા રાખી રહી છે. ફાફ ડુ પ્લેસિસ તથા ડી કોક પણ વધારે પડતા ખરાબ ફોર્મ માં રમી રહ્યા છે. અફઘાનિસ્તાન માટે પણ બેટિંગ ચિંતાનો વિષય રહ્યો છે. ઝડપી બોલર કાગિસો રબાડા અને સ્પિનર ઇમરાન તાહિર વિરોધી ટીમની બેટિંગને વેરવિખેર કરી શકે છે તો બીજી તરફ આઇપીએલ નો સ્ટાર સ્પિનર રસીદ ખાન આફ્રિકન ટીમને મોટો સ્કોર કરતા રોકી શકે છે.